અમદાવાદના સમુહ લગ્નમાં થઈ જોવા જેવી! આયોજકો જ કંકોત્રીમાં લખેલો કરિયાવર લઈને થયા રફુચક્કર

હાથીજણ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. આ સમૂહ લગ્નોત્સવમાં 20થી વધુ નવદંપતિના લગ્ન યોજાયા હતા. 

અમદાવાદના સમુહ લગ્નમાં થઈ જોવા જેવી! આયોજકો જ કંકોત્રીમાં લખેલો કરિયાવર લઈને થયા રફુચક્કર

ઉદય રંજન/અમદાવાદ: હાથીજણમાં યોજાયેલા સમૂહલગ્નમાં આયોજકોએ કરિયાવર ન આપતા વરપક્ષના લોકોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. હાથીજણ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. આ સમૂહ લગ્નોત્સવમાં 20થી વધુ નવદંપતિના લગ્ન યોજાયા હતા. 

જેમાં કરિયાવરમાં 25થી વધુ વસ્તુઓ આપવાનો લગ્નની કંકોત્રીમાં ઉલ્લેખ કરાયો હતો. પરંતુ સમૂહ લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ કરિયાવર ન મળતાં વરપક્ષના લોકોએ હંગામો કર્યો હતો. વરપક્ષના લોકોનો આક્ષેપ હતો કે આયોજકો કરિયાવર લઈને ફરાર થયા છે. સાથે જ દાવો કરાયો છે કે આયોજકો સવારથી જ સમૂહ લગ્નમાં જોવા મળ્યા ન હતા. વિધિ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાનો ખ્યાલ આવ્યો હતો. આજે સવારથી આયોજકો સમૂહ લગ્ન સ્થળે ન દેખાતા શંકા ઉપજી હતી. સમૂહ લગ્નમાં કરિયાવાડમાં 27 જેટલી અલગ અલગ વસ્તુ આપવાની હતી. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા હાથીજણ વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નમાં 21 જોડાઓ આજે સપ્તપદીના ફેરા લઈ રહ્યા છે. 51 સો રૂપિયા લગ્ન માટે રજીસ્ટર કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા નવદંપત્તિઓને સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 

કંકોત્રીમાં લખેલો કરિયાવર નથી આપ્યો જેને લઈને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ આયોજકો દ્વારા બચાવ કરવામાં આવ્યો કે દાતાઓએ દાન આપ્યું નથી. હાલમાં  આયોજકોને પોલીસ લઇ ગઈ છે. ઘટનાને પગલે વાતવરણ તંગ બની ગયું હતું. આયોજકો કરિયાવડ લઈને રફુચક્કર થઈ ગયાના લોકોએ આક્ષેપ લગાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news