Gujarat Politics : ગુજરાતમાં દરેક આંદોલનકારીનું પહેલું સ્ટેપ રાજકારણમાં એન્ટ્રી, અને બીજુ સ્ટેપ ભાજપમાં એન્ટ્રી એવો વણલખાયેલો નિયમ બની ગયો છે. આખરે સરકાર અને ભાજપને ગાળો ભાંડનારા આંદોલનકારીઓ ભાજપમાં કેમ જોડાય છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ, માલવિયાને ભાજપમાં કેમ જવું પડ્યુ. પાસના નેતા અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આ વિશે સવાલો કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે
પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવવા મામલે લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. Spg અધ્યક્ષ લાલજી પટેલએ સૂચક નિવેદન આપતા કહ્યું કે, બંને કન્વીનર ભાજપમાં જોડાતા સમાજમાં દુઃખની લાગણી છે. સમાજ હવે કોઈ સાચા આંદોલનકારી ઉપર વિશ્વાસ નહિ કરે. જેને જેમાં જોડાવવું હોય ત્યાં જોડાય, પરંતુ સમાજ ન પ્રશ્નો ભૂલે નહિ. 


સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈ કરી એક્ટિંગ


પાટીદાર સમાજ આવા નેતાઓને ક્યારેય માફ નહિ કરે 
પાટીદાર અનામત આંદોલને સમાજને નવા નેતાઓ આપ્યા. આ પાટીદાર આંદોલનકારીઓએ ગુજરાત સરકાર અને ભાજપને ભાંડવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. પરંતું આંદોલનના વાવટા સમેટાયા, અને બાદમાં એક બાદ એક આંદોલનકારી ભાજપમાં જોડાતા ગયા. હાર્દિક પટેલ, કાથીરિયા, અલ્પેશ ઠાકોર, ચિરાગ, વરુણ પટેલ, ધાર્મિક માલવિયાએ સમયની સાથે કેસરિયા કરી લીધા. ત્યારે પાટીદાર નેતા લાલજી પટેલે સવાલો કર્યા કે, આંદોલન વખતે સમાજના નામે રાજકારણ કરીને નેતા બન્યા, તેને પક્ષપલટો કરવાની કેમ જરૂર પડી છે. સરકાર અને ભાજપ સામે બાંયો ચઢાવનારા પાટીદાર નેતાઓ હવે કયા મોઢે ભાજપમાં જોડાઈ રહ્યાં છે, તે સમજાતું નથી. પણ પાટીદાર સમાજ આવા નેતાઓને ક્યારેય માફ નહિ કરે 


ઘરની વાત બહાર આવતા પદ્મીનીબા વાળાએ પતિ વિશે કર્યો ખુલાસો, વાયરલ ઓડિયોનો આપ્યો જવાબ


પાટીદાર અનામત આંદોલન ગુજરાતભરમાં સળગ્યું હતું. જેમાં 14 પાટીદાર યુવકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ, અલ્પેશ ઠાકોરે સરકાર સામે મોરચો માંડ્યો હતો. પરંતું આંદોલન બાદ તમામ આંદોલનકારી નેતાઓએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી. કોઈ ભાજપમાં ગયુ, કોઈ આપમાં ગયું, અને કોઈ કોંગ્રેસમાં ગયું. પણ હવે બધાનો અંતિમ મુકામ ભાજપ બન્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તો ધારાસભ્યો પણ બની ગયા. હવે આપમાં ગયેલા અલ્કેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે. 


ભાજપની શરણ લેતા આંદોલનકારીઓને ટોણો મારતા લાલજી પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન વખતે આ બધાય પાટીદાર નેતાઓ જાહેરમંચ પરથી બોલતા હતા કે, બાપુ લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે. હવે આ નારાનું શું થશે. રાજકારણમાં પ્રવેશ કરવા માટે આંદોલનકારીઓએ પાટીદાર સમાજનો દુરુપયોગ કર્યો તે વાત સાચી છે. જો આ બધા સક્ષમ નેતાઓ હોય તો પક્ષપલટો કરવાની જરૂર કેમ પડી. આગામી 100 વર્ષમાં હવે આવા નેતાઓ પર કોઈ વિશ્વાસ નહિ કરે. ખુદ પાટીદાર સમાજ તેઓને માફ નહિ કરે. 


સુરત આવેલા રણબીર કપૂરને જોવા માટે થઈ પડાપડી, ધક્કામુક્કીમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા