હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે ફેંક્યો મોટો પડકાર
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે મોટો પડકાર ફેંક્યો છે. લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે આરોપ મુક્યો છે કે હાર્દિક પટેલે સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા છે. પાટીદારોનો પ્રેમ સમાજના પ્રશ્નો માટે હતો. હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે એવો પડકાર ફેંક્યો હતો.
ગાંધીનગર : હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે મોટો પડકાર ફેંક્યો છે. લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે આરોપ મુક્યો છે કે હાર્દિક પટેલે સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા છે. પાટીદારોનો પ્રેમ સમાજના પ્રશ્નો માટે હતો. હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે એવો પડકાર ફેંક્યો હતો.
કોંગ્રેસ વર્કિંગ કમિટી, જન સંકલ્પ રેલી LIVE
ગુજરાતમાં 58 વર્ષ માટે આજે અમદાવાદ ખાતે 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીમાં હાર્દિક પટેલે વિવિધત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં પ્રવેશતાં પાસ નેતા હાર્દિક પટેલે ચોકીદાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસમાં જોડાયાનો આનંદ વ્યક્ત કરી પ્રજા હિત લડવા તૈયારી બતાવી હતી.