ચેતન પટેલ/સુરત :ભારે વરસાદને કારણે રવિવારે રાત્રે સુરત એરપોર્ટ મોટો અકસ્માત થતા રહી ગયો હતો. જેને પગલે 47 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ભોપાલથી સુરત આવી રહેલી ફ્લાઈટ રન-વે પરતી ઉતરીને લપસી ગઈ હતી. જોકે, કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : જંગલી ઈયળોના ત્રાસથી ગુજરાતના આ ગામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે


બન્યું એમ હતું કે, રવિવારે રાત્રે સુરત એરપોર્ટ પર 8 વાગ્યે ભોપાલથી સુરતની સ્પાઇસ જેટ એસજી 3722 ફ્લાઈટ આવી પહોંચી હતી. પરંતુ રવિવારે સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને ફ્લાઇટ રન-વેની બહાર નીકળી ગયું હતું. એરપોર્ટ પર પાણી ભરાઈ ગયુ હતું, જેને કારણે આવુ બન્યું હતું. ફ્લાઈટ લપસી જતા અંદર બેસેલા 47 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જોકે, બાદમાં તે કન્ટ્રોલમાં આવી હતી, અને કોઈ જાનહાનિ થઈ ન હતી. 


તમારા કાને પડતા વરસાદના વિવિધ નામોનો અર્થ પણ જાણવો જરૂરી


ફ્લાઇટ દુર્ઘટનાને એરપોર્ટ ઓથોરિટી સતર્ક થઈ હતી, બાદમાં 3 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. અન્ય એરપોર્ટ પર ત્રણેય ફ્લાઇટ લેન્ડિંગ કરાઈ હતી. ઘટના બાદ, સ્પાઇસ જેટને રન વે પર લાવવાની કામગીરી કરાઈ હતી. કારણ કે, જ્યાં સુધી રન વે પર નહિ આવે ત્યાં સુધી કોઈ ફ્લાઇટ લેન્ડિંગ થઈ શકશે નહિ. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :