અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટનું ટાયર ફટતા વિમાન વ્યવહારને મોટી અસર થઈ છે. અમદાવાદથી બેંગકોક જતા સ્પાઈસ જેટના વિમાનનું ટાયર ફાટર ફાટતા 25થી વધારે ફ્લાઈટને અસર થઈ છે.  જોકે આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. કેમ કે તેમની ફ્લાઈટ મોડી પડતા અનેક મહત્વપૂર્ણ કામો અટવાઈ પડ્યા હતા. એક વિમાનનું ટાયર ફાટતા મુસાફરોની આ દશા થઈ હતી. 



અમદાવાદથી બેંગકોક જતા સ્પાઈસ જેટના વિમાનનું ટાયર ફાયતા આશરે 25થી વધુ ફ્લાઈટને અસર થઈ 
ટાયર ફાટવાની ઘટનાથી અનેક મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા.  દિલ્હી અમદાવાદની ફ્લાઈટ અટવાઈ હતી. તો મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટ પરત ફરી હતી. તો અનેક ફ્લાઈટ મોડી થવાના કારણે મુસાફરોની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે આ દરમિયાન મુસાફરોને એરપોર્ટ ઓથોરિટી પાસેથી પણ યોગ્ય જવાબ ન મળ્યા.



સમસ્યા એક ફ્લાઈટની પરંતુ તેના કારણે અનેક લોકો એરપોર્ટ પર ફસાઈ ગયા અને તેમના અનેક કામો અટકી પડ્યા હતા. કોઈને બહેનનું ઓપરેશન હતું. તો કોઈની પુત્રી ગંભીર રીતે બિમાર હતી. તે તમામે માત્ર રાહ જોવાનો જ વારો આવ્યો..