ઝી બ્યુરો/ગાંધીનગર: અનેક આંદોલનો છતાં શક્તિપીઠ અંબાજીના માઈભક્તો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભક્તોને હવે કદાચ ક્યારેય મોહનથાળનો પ્રસાગ નહી મળે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આજે એક નિવેદન આપીને ગરમાવો લાવી લીધો છે. તેમણે જણાવ્યું કે અંબાજીમાં હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં, H3N2 વાયરસ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન


અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમા લઈ શકાતો નથી. એટલું જ નહીં, મોહનથાળ પ્રસાદ લાંબો સમય સાચવી પણ રાખી શકાતો નથી. પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે છે. મંદિરે નક્કી કર્યું છે કે હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે. સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે. 


ભૂપેન્દ્ર પટેલ સરકારને ગેનીબેને ભરાવી, રાજસ્થાન આપી શકે તો ગુજરાત પણ આપે 500માં ગેસ


ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે લોકોની લાગણીને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે. 


સાવધાન! સુરતના જાણીતા આ બિલ્ડર સાથે 32 કરોડની છેતરપિંડી, 3 મોટા પ્રોજેક્ટમાં થયો દાવ


પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી
અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતિક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દશન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી. 


ગરીબ મહિલાને ભગવાન મળ્યા, તબીબોએ પેટમાં થયેલી દોઢ કિલોની ગાંઠમાંથી મુક્તિ અપાવી