SSA Gujarat Recruitment 2022: શિક્ષણ વિભાગમાં આવી બંપર નોકરીની તક, 1500 શિક્ષકોની ભરતી કરાશે
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટરની 1500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. સમગ્ર શિક્ષા - શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર, કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં ભરતીની જાહેરાત કરાશે.
SSA Gujarat Recruitment 2022 Notification :રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટરની 1500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. સમગ્ર શિક્ષા - શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર, કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં ભરતીની જાહેરાત કરાશે.
સર્વ શિક્ષા અભિયાન, ગુજરાતે પોતાની વેબસાઈટ પર વિશેષ શિક્ષકના પદ માટે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. તમામ ઈચ્છુક ઉમેદવારો http://ssarms.gipl.in/ પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ : 26/05/2022 થી 08/06/2022
ભરતી અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોમાં 1500 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે અધિકારીક વેબસાઈટ પર વધુ માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન એપ્લિકેશન 26 મે, 2022 થી લઈને 8 જૂન, 2022 સુધી કરી શકાય છે.
SSA Gujarat Recruitment 2022 : આ પદ માટે ભરતી થશે
- સ્પેશિયલ એજ્યુકેટર (સીપી) - 43 પદ
- સ્પેશિયલ એજ્યુકેટર (એમડી) - 530 પદ
- સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી/એમઆર) - 927 પદ
કેટલો પગાર મળશે
સ્પેશિયલ એજ્યુકેટર (સીપી) ના પદ પર સિલેક્ટ થનારા ઉમેદવારને 15000 રૂપિયા પ્રતિ મહિના પગાર આપવામાં આવશે. તેની સાથે જ સ્પેશિયલ એજ્યુકેટર (એમડી) માટે ઉમેદવારને 15000 રૂપિયા પ્રતિ મહિના પગાર મળશે. તો સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી/એમઆર) ને પણ આટલો જ પગાર જાહેર કરવામા આવ્યો છે.
કેવી રીતે આવેદન કરવું
ઈચ્છુક ઉમેદવાર 26 મેથી 8 જૂન 2022 સુધી પોતાનુ ફોર્મ ઓનલાઈન જમા કરાવી શકે છે.