SSA Gujarat Recruitment 2022: ગુજરાતમાં સરકારી નોકરની શોધ કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન (Sarva Shiksha Abhiyan) એ પોતાની વેબસાઈટ પર શિક્ષકના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ પર ભરતી માટે ઉમેદવારે (Candidates) ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in પર જઈને આવેદન કરવાનું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, આ ભરતી પ્રક્રિયા અંતર્ગત અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બરના રોજ થઈ ગઈ છે. ગુજરાતમાં આ ભરતી પ્રક્રિયામાં અંદાજે 1300 પદ પર શિક્ષકોની ભરતી કરવામા આવશે. આ રહી ભરતી સંબંધિત તમામ માહિતી.


આ પણ વાંચો :  આ તે કેવી ભક્તિ! સુરતમાં ગણેશ મંડપમાં ડાન્સરોએ કર્યો અશ્લીલ ડાન્સ, Video 


મહત્વની તારીખો


  • અરજી કરવાની શરૂઆત 12 સપ્ટેમ્બર 2022

  • અરજી કરવાની અંતિમ તારીખ 1 ઓક્ટોબર, 2022 


અરજી કરવાની શૈક્ષણિક લાયકાત
આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ બીએડ પાસ કે તેના સમકક્ષ લાયકાત હોવી જોઈએ.


ઉંમર મર્યાદા
શિક્ષકોના પદ પર ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 


આ પણ વાંચો :  હવે દુનિયામાં ભારતનો સિક્કો પડશે, આખી દુનિયાને ચીપ સપ્લાય કરશે, વેદાંતા ગ્રૂપે MoU  


પગાર
આ ભરતી અંતર્ગત એજ્યુકેટર, સ્પેશિયલ એજ્યુકેટરના પદ પર પસંદ કરાનાર ઉમેદવારોને પગાર તરીકે 15000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. 


આવી રીતે કરો અરજી


  • અરજી કરનારે સર્વ શિક્ષા અભિયાનની ઓફિશિયલ વેબસાઈટ ssarms.gipl.in જવું

  • તેના બાદ ભરતી વિભાગમાં જવું

  • તેના બાદ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરવું

  • આ બાદ જે પેજ ઓપન થાય તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવી

  • આ તમામ માહિતીની પ્રિન્ટ લઈને ફોર્મ સબમિટ કરો