મુસ્તાક દલ/જામનગર :હાલ જામનગરમાં સતત ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. હજી પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી, ત્યારે એસ.ટી બસના ડ્રાઇવરની બેફિકરાઈનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એસટી બસનો ડ્રાઈવર મુસાફરોનો જીવ જોખમે મૂકી રહ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે. આ ડ્રાઈવરે પુલ પર પાણી હોવા છતા પાણીના પ્રવાહમાં બસ દોડાવી છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે. 


ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે જ : કોશિયા   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર દ્વારકા હાઇવે પર બેડ નદીના પુલ પર એસટીના ડ્રાઇવરે બેફિકરાઈથી એસટી બસ પાણીના પ્રવાહમાં દોડાવી છે. જેનો વીડિયો કોઈ મુસાફરે ઉતાર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર દેવભૂમિ દ્વારકા છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે અનરાધાર વરસાદ ખાબક્યો છે અનેક નદી-નાળાઓમા પુર આવ્યા છે, તો ડેમો પણ છલોછલ ભરાયા છે. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે જામનગર એસટી ડેપોની બસના એક ડ્રાઇવરે જે બેફિકરાઈથી પાણીના ધસમસતા પૂરમાં ચલાવી છે. વીડિયોમાં જોઇ શકાય છેકે, ટ્રકો અડધે સુધી પાણીમાં ડૂબેલા છે, કોઈ આગળ વધવાની હિંમત કરી શક્તુ નથી. છતાં પણ આ ડ્રાઇવર એસટી બસને ઊંડા પાણીમાં ચલાવી હતી.


એક સમયના સ્ટાર ક્રિકેટર વડોદરાના ઈમરાન શેખ લારી ચલાવવા મજબૂર બન્યા 


એટલું જ નહિ, રોડ પર ભરેલા પાણીમાંથી બસ કાઢતા સમય તેણે‘દ્વારકાધીશની જય’ બોલાવી હતી. દ્વારકા-કૃષ્ણનગર બોર્ડ લખેલ બસના ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરોએ ‘દ્વારકાધીશની જય’ બોલાવી હતી. અને બસના ડ્રાયવરે રોડ પર આશરે ચાર ફૂટથી વધુ પાણીમાં બસ હંકારી હતી અને સામા છેડે પહોંચાડી હતી. સવાલ એ છે કે, આવામા જો કોઈ જાનહાનિ થાય તો કોનો વાંક ગણવો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર