આજથી ગુજરાતમાં ST બસો દોડી, વડોદરામાં મુસાફર-ડ્રાઈવર-કંડક્ટરનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાયું
ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4માં સરકાર દ્વારા એસટી બસનું સંચાલન કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખાસ કરીને નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસોનું સંચાલન નહિ કરવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર નિગમ સવારે 8થી સાંજે 6 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 1145 બસ શીડ્યુલ કરવામાં આવી ચે. 7033 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. ત્યારે આજે રાજ્યભરમાં બે મહિના બાદ એસટી બસો દોડતી થઈ છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4માં સરકાર દ્વારા એસટી બસનું સંચાલન કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખાસ કરીને નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસોનું સંચાલન નહિ કરવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર નિગમ સવારે 8થી સાંજે 6 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 1145 બસ શીડ્યુલ કરવામાં આવી ચે. 7033 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. ત્યારે આજે રાજ્યભરમાં બે મહિના બાદ એસટી બસો દોડતી થઈ છે.
"ટ્રેન મેં બૈઠ ગયા હું..." વતન જઇ રહેલા શેખર સિંગે ટ્રેનમાં બેસી માતાના વીડિયો કોલથી આર્શીવાદ લીધા
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા
સુરતમાં આજે બસ સુવિધા શરૂ થઈ. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડેલા જોવા મળ્યા. મનપા દ્વારા મૂકાયેલી બસમાં ઘેટાં બકરાની જેમ શ્રમિકો લઈ જવામાં આવ્યા. એક બસમાં 30 જેટલા મુસાફરોની પરવાનગી છે. છતાં અહીં 60 થી વધુ લોકોને બસમાં બેસાડવામાં આવ્યા. કોરોના વાયરસ ફેલાવવાનો સૌથી મોટો ભય અહીં જોવા મળ્યો.
વડોદરામાં એસટી બસ શરૂ થઈ છે. વડોદરાના 8 તાલુકામાં બસ સેવા શરૂ કરાઈ છે. આજથી વડોદરા જિલ્લામાં 54 બસો દોડશે. એસટી બસ મથક પર સેનેટાઈઝ કરાયું છે. મુસાફર અને ડ્રાઈવર કંડક્ટરનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ કરાયું હતું. તો સાથે જ નિયમ મુજબ એક બસમાં 26 મુસાફરો જ બેસાડવામાં આવી રહ્યા છે. આજથી વડોદરા ડિવિઝનમાં શરૂ થશે. એસટી બસો વડોદરા જિલ્લાના 8 તાલુકાઓ વચ્ચે જ દોડશે. વડોદરાથી વડોદરા તાલુકા, ડભોઇ, પાદરા, વાઘોડિયા, સાવલી, ડેસર, શિનોર અને કરજણ વચ્ચે બસ સેવા શરૂ થશે. વડોદરા જિલ્લાની બહાર એક પણ બસ નહિ જાય. વડોદરાથી અન્ય જિલ્લામાં બસમાં બેસીને જઈ નહિ શકાય.
લોકડાઉન ખૂલ્યા છતા શ્રમિકોની વતન જવા ઉતાવળ, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલ્યા
રાજકોટમાં 59 દિવસ બાદ આજથી એસટી બસ સેવા શરૂ થશે. તાલુકાથી તાલુકા અને તાલુકાથી જિલ્લા લેવલે બસ દોડાવવામાં આવશે. રાજકોટ ડેપો હસ્તક 12 શિડ્યુલ, ગોંડલ ડેપોમાં 12 શિડ્યુલ, જસદણમાં 8 શિડ્યુલ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના 9 ડેપોમાં 75 શિડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. 75 શિડ્યુલમાં 450 ટ્રીપ દોડાવવાનું પ્રાથમિક આયોજન છે. ડભોઇ એસટી આજથી શરૂઆત કરી છે. આજથી 8 રૂટ ઉપર એસટી બસ રવાના કરાઈ હતી. 55 દિવસ ફરી પાછી એસટી રાબેતા મુજબ શરૂ થઈ છે. 24 બસ શ્રમિકોને મૂકવા રવાના કરાઈ છે. જુદા જુદા ડેપોને ડભોઇ ડેપો દ્વારા બસ આપવામા આવી છે. લાંબા સમય બાદ એસટી ચાલુ થતા લોકોમાં આનંદ છવાયો છે.
કોરોનાના નવા કેસ મામલે કચ્છ જિલ્લાએ વડોદરા-ભાવનગર-રાજકોટને પણ પાછળ પાડી દીધું
ઉલ્લેખનીય છે કે, આજથી રાજ્યમાં બસો દોડાવવા માટે નિયમોનું પાલન કરાવવામાં આવશે. જો કે તેમાં દરેક જિલ્લા પોતાની હદમાં જ બસોનું સંચાલન કરશે. જેમાં તાલુકા મથકથી તાલુકા મથક અથવા તો તાલુકા મથકોથી જિલ્લા મથક સુધી ટ્રીપનું આયોજન કરવામાં આવશે. કોઇ પણ રૂટ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી પસાર નહી થાય. બસનાં મુસાફરોએ ઇ ટીકીટ/મોબાઇલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઇચ્છનીય છે. જો કે સ્થાનિક બસ સ્ટેન્ડનાં કાઉન્ટર અને બસના કંડક્ટર મારફરે રોકડ નાણાથી પણ ટિકિટ ખરી શકાશે. જો કે મુસાફરોએ બસ ઉપડવાની 30 મિનિટ પહેલા જ પહોંચી જવાનું રહેશે. જ્યાં મુસાફરની સંપુર્ણ સ્વાસ્થય ચકાસણી થશે. જો તે યોગ્ય હશે તો જ તેને મુસાફરી કરવા દેવામાં આવશે. આ ઉપરાંત બસની કુલ કેપિસિટીનાં 60 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. દરેક બસ ટ્રીપ પુર્ણ કર્યા બાદ સેનિટાઇઝ થવા માટે જશે અને સેનિટાઇઝ થયા બાદ ફરી ઉપયોગમાં આવશે. ડેપો અથવા બસમાં બેસવા માટે માસ્ક ફરજીયાત હશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. બસની અંદર પ્રવેશતા સમયે પણ મુસાફરોને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવવામાં આવશે. બસમાં બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર