Biporjoy Cyclone Effect: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત બિપરજોય અત્યંત જોખમી બની ગયું છે. તે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે રાત્રે 9થી 10 વાગ્યા સુધીમાં કચ્છના જખૌ બંદરે હીટ કરશે. આ સમય દરમિયાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન 140 કિ.મીની ઝડપે પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપરજોય કચ્છથી 140 કિ.મી દૂર છે; રાત્રે ક્યારે ત્રાટકશે,કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ


એસટી વિભાગ એલર્ટ
'બિપરજોય' વાવાઝોડાની દહેશત વચ્ચે એસટી વિભાગ એલર્ટ બની ગયું છે અને લગભગ 4300 ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા પણ દરિયા કાંઠા પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાણીપ ઓફિસ પર સીસીટીવી કંટ્રોલરૂમ ખાતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ST નિગમે 3 હજારથી વધુ STની ટ્રીપ રદ કરી છ. 


વાવાઝોડા સમયે 100 કે 150 ની ઝડપે જો પવન ફૂંકાય તો કેટલી તબાહી થાય? એટલી ખાનાખરાબી..


ST બસનું સંચાલન બંધ
ગુજરાત એસટી વિભાગ દ્વારા ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ લાગુ કરવામાં આવ્યું છે. જીઓ ફેન્સ મારફતે બસના સંચાલન પર લાઈવ નજર રાખવામાં આવી રહી છે. ઇફેક્ટેડ કોસ્ટલ વિસ્તારમાં જતી બસનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડા અને વરસાદને કારણે એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, દ્વારકા, ખંભાળિયામાં ST બસનું સંચાલન બંધ કરાયું છે. આ સિવાય મહેસાણા-દ્વારકાની લોન્ગ ટ્રીપ જામનગર ટૂંકાવાઈ છે. સૌરાષ્ટ્ર તરફની લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. તમામ ડેપો અને સ્ટેશન પર સીસીટીવી પરથી નજર રખાઈ રહી છે. ડીઝલનો જથ્થો રાખવા અને હોર્ડિંગ્સ ઉતારવા સૂચન પણ કરાયા છે.


અતિભયાનક લેવલે પહોંચ્યું વાવાઝોડું : હવામાન વિભાગે આપ્યા બપોરના અપડેટ


કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર 
મહત્વનું છે કે, PM કાર્યાલય પણ સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનિટરિંગ બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.


વાવાઝોડું ટકરાય તે પહેલા ગુજરાતમાં જોવા મળી રહી છે ભયાનક અસરો, આ Videos જુઓ