અતિભયાનક લેવલે પહોંચ્યું વાવાઝોડું : હવામાન વિભાગે આપ્યા બપોરના અપડેટ

Gujarat Weather Forecast : દર કલાકે 8 કિલોમીટર નજીક આવી રહી છે બિપરજોય નામની આફત...ગુજરાતના દરિયાકિનારાથી હાલ 140 કિલોમીટર દૂર છે વાવાઝોડું...ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે
 

અતિભયાનક લેવલે પહોંચ્યું વાવાઝોડું : હવામાન વિભાગે આપ્યા બપોરના અપડેટ

Gujarat Cyclone Alert : ગુજરાત તરફ આવી રહેલી મહાઆફત હવે વધુ નજીક પહોંચી છે. ગુજરાતની વધુ નજીક બિપોરજોય વાવાઝોડું આવી પહોંચ્યું છે. વાવાઝોડું હવે જખૌથી માત્ર 140 કિલોમીટર દૂર છે. હાલ તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. જખૌ બંદર પર હાલ આખા દેશની નજર છે. કારણ કે, વાવાઝોડાનું સૌથી વધુ સંકટ ઘેરાતુ બનતુ જાય છે. આજે જ ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય ટકરાશે. હવામાન વિભાગે લેટેસ્ટ આપડેટ આપીને જણાવ્યું કે, વાવાઝોડું વેરી સિવિલયરથી સિવિયર અને બાદમાં સાયક્લોનિક સ્થિતિમાં રૂપાંતરિત થશે. સાંજના સમયે વાવાઝોડાનો લેન્ડફોલ શરુ થશે. જે રાત સુધી લેન્ડફોલ રહેશે. ત્યારથી વરસાદ શરુ થશે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશામાં આગળ વધી રહ્યું છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો. અને એટલે જ ગુજરાત માટે આજે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક  બિપરજોય વાવાઝોડું ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 140 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્રારકાથી 190 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 170 કિમી દૂર  છે. જ્યારે પોરબંદરથી 280 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જે બાદમાં વધીને 150 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે.

વાવાઝોડાના સંકટ સામે ટક્કર લેવા NDRF ખડેપગે ઉભી છે. ગુજરાતમાં NDRFની 18 ટીમોને ઉતારાઈ છે. જેમાં કચ્છમાં વાવાઝોડુ લેન્ડફોલ થવાથી સૌથી વધુ 6 ટીમોને તૈનાત કરાઈ છે. દેવભૂમિ દ્વારકામાં 3, જામનગર, રાજકોટમાં 2 ટીમ સ્ટેન્ડ બાય છે. મોરબી, પોરબંદર, ગીર સોમનાથમાં 1-1 ટીમ તૈનાત કરાઈ છે.

જખૌ પોર્ટની આસપાસ આવેલા ગામના સ્થાનિકોને સુરક્ષિત રીતે નલિયા સુધી લાવવામાં આવ્યા. નલિયાની મોડલ સ્કૂલમાં 1200 જેટલા સ્થાનિકોને રોકવામાં આવ્યા. વેપારી એસોસિયેશન તરફથી તમામ 1200 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી.. 6 ટાઈમ સુધી જમવા માટેની વ્યવસ્થા હાલના તબક્કે ઉભી કરાઈ. નલિયાના મોડલ સ્કૂલમાં 1200 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા.. તમામ લોકો માટે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. સ્થળાંતરિત કરાયેલા લોકોને ખાસ કરીને આવા સમયે માનસિકતા ચિંતાઓ વધતી હોય છે, ગભરામણ, બીપી વધે, બાળકોને શરદી - ઉધરસ થાય તો તુરંત દવાઓ આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ.. ORS, ઝીંક, ગ્લુકોઝ પાવડર, ઝાડા, પેટના દુખાવા, પેરસીટામોલ જેવી દવાઓનો જથ્થો મોડલ સ્કૂલ કે જ્યાં 1200 લોકોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો.

જાફરાબાદના લોકો સ્વૈચ્છિક રીતે ઘરમાં પુરાયા 
મહા વિનાશક તૌકતે વાવાઝોડાનો માર સહન કરનાર જાફરાબાદ શહેર આજે ફરી એક વાર ભયભીત બન્યું છે. બિપોરજોયનો ડર એટલી હદે છે કે આજે જાફરાબાદ શહેર સ્વેચ્છિક રીતે જ ઘરમાં પુરાઈ ગયુ છે. જાફરાબાદની ગલીયો અને બજારો સુમસામ બની છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news