ST કર્મચારી હડતાળઃ ખાનગી બસો દોડાવાના નિર્ણય સામે કર્મચારીઓએ બાંયો ચડાવી
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખાનગી બસ ઓપરેટરોનો સંપર્ક કરવાનો કલેક્ટરોને આદેશ કરાયા બાદ સમગ્ર રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓ વિરોધ કરવા રાજ્યભરમાં રસ્તા પર ઉતરી પડ્યા છે
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમ કર્મચારીઓના એસોસિએશન સાથે વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ રાજ્યના નાગરિકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખાનગી વાહન ઓપરેટરોનો સંપર્ક કરવા અને નવી વ્યવસ્થા ઉભી કરવા માટે કલેક્ટરોને આદેશ અપાયા છે. સરકારના આ આદેશ બાદ એસટી નિગમના કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. સમગ્ર રાજ્યમાં વિવિધ બસ મથકો પર એસટી નિગમના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓ ગુરુવારે સાતમા પગારપંચની માગ સાથે માસ સીએલ પર ઉતર્યા હતા. જેની સામે સરકાર તેમને સાતમું પગારપંચ ચુકવવા માટે તૈયાર નથી. સરકારનો દાવો છે કે, એસટી નિગમ ખોટ કરી રહ્યું છે અને હાલ સરકાર સાતમું પગારપંચ ચુકવી શકે એમ નથી. સરકારના નિર્ણયનો વિરોધ કરતાં એસટી નિગમના યુનિનય દ્વારા જણાવાયું છે કે, સરકાર આમ કરીને ગર્ષણનું વાતાવરણ ઊભું કરી રહી છે.
[[{"fid":"203976","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ગુરુવારે દિવસ દરમિયાન લોકોને પડેલી મુશ્કેલી બાદ મોડી સાંજે રાજ્ય સરકારે તમામ કલેક્ટરોને આદેશ આપ્યો હતો કે તેઓ તેમના શહેરના ખાનગી બસ સંચાલકો સાથે વાટાઘાટો શરૂ કરે અને લોકોને પડતી હાલાકી દૂર કરવાનો પ્રયાસ કરે. આ માટે સરકારે રાજ્યના તમામ એસટી બસ મથકો પર પોલીસ કાફલો ખડકવાનું પણ શરૂ કરી દીધું છે.
ગુજરાત ST કર્મચારીઓની હડતાળ સામે સરકાર આકરા પાણીએ, કલેકટરોને કરાયા આદેશ
કયા શહેરમાં કેવો વિરોધ
- સુરત શહેરમાં એસટી નિગમના કર્મચારીઓ બસ મથકની બહારના રસ્તા પર ઊંઘી ગયા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે.
- રાજકોટ શહેરમાં કર્મચારીઓએ અર્ધનગ્ન થઈને સરકારનો વિરોધ નોંધાવ્યો
- ગાંધીનગર શહેરમાં કર્મચારીઓએ માનવ સાંકળ બનીને એસટી બસ મથકમાં બસના પ્રવેશને માર્ગ બંધ કરી દીધો છે
- જામનગરમાં એસટી બસ મથકની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એક્ઠા થઈને સૂત્રોચ્ચાર પોકારી રહ્યા છે
- વડોદરામાં સરકારના નિર્ણય બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો મધ્યસ્થ બસ સ્ટેશને ખડકી દેવાયો છે
- રાજ્યના અન્ય પ્રમુખ શહેરોમાં પણ બસ મથકની બહાર સેંકડોની સંખ્યામાં એસટી નિગમના કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે