ગુજરાત ST કર્મચારીઓની હડતાળ સામે સરકાર આકરા પાણીએ, કલેકટરોને કરાયા આદેશ
ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત સરકાર આકરા પાણીએ આવી છે. કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને મક્કમ છે ત્યારે સરકારે મુસાફરોની સુવિધા સાચવવા માટે ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક કરવાનો દોર આગળ વધાર્યો છે. આ અંગે જિલ્લા કલેકટરોને પણ આદેશ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત સરકાર આકરા પાણીએ આવી છે. કર્મચારીઓ પોતાની માંગણીઓને લઇને મક્કમ છે ત્યારે સરકારે મુસાફરોની સુવિધા સાચવવા માટે ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક કરવાનો દોર આગળ વધાર્યો છે. આ અંગે જિલ્લા કલેકટરોને પણ આદેશ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા ખાનગી બસ ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક કરવાની વાત કરતાં હડતાળ પર ઉતરી આવેલા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓ પોતાની માંગ પર અડગ અને મક્કમ છે. જો માંગ પુરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે. રાજકોટમાં કર્મચારીઓએ શર્ટ કાઢીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ સ્થિતિ કાબુમાં રાખવા માટે પોલીસ પણ સતર્ક થઇ છે.
રાજ્યભરમાં એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખાનગી વાહન ચાલકોએ એસટી કર્મચારીઓની હડતાળનો ગેરલાભ લઈ લોકો પાસેથી ઉંઘાડી લૂંટ કરવાની શરૂઆત કરતા મુસાફરોની મુશ્કેલી હજી વધી છે. એસટી બસો બંધ હોવાના કારણે મુસાફરો ખાનગી વાહનોમાં બેસી પ્રવાસ કરી રહ્યા છે.
એક તરફ રેલવેમાં પણ ભીડ વધતા ટ્રેનોમાં જગ્યા માટે પડાપડી થઈ રહી છે. તો બીજી તરફ અનેક લોકો ખાનગી વાહનો તરફ વળ્યા છે. પરંતુ ખાનગી વાહનચાલકો મુસાફરોની આ મજબૂરીનો લાભ લઈને તેમને લૂંટી રહ્યા છે. મુસાફરો પાસેથી આજે બમણું ભાડુ વસૂલાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે