સલામત સવારીને ફળ્યા તહેવારો, દિવાળીમાં એસ.ટીને થઇ કરોડો રૂપિયાની આવક
દિવાળીનો તહેવાર એસટી માટે ફાયદાકારક સાબિત થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન એસટીને કરોડોની આવક થઇ છે.
ગાંધીનગર: દિવાળીનો તહેવાર એસટી માટે ફાયદાકારક સાબિત થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન એસટીને કરોડોની આવક થઇ છે. તહેવારોમાં એસટીને 4.84 કરોડની આવક થઇ છે. 7,700 ટ્રીપના ટાર્ગેટ સામે 9,902 ટ્રીપ થઇ છે. 4.34 લાખ પેસેન્જરોએ 19.31 લાખ કિમીનો એસટીનો પ્રવાસ કર્યો છે. રૂટિન પ્રવાસ સિવાય એસટીને વધારાની આવક થઇ છે.
વધુ વાંચો...અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યા, પાર્ટી પ્લોટ નજીક મળી યુવતીની લાશ
[[{"fid":"189384","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jamangar-bus.jpg","field_file_image_title_text[und][0][value]":"jamangar-bus.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jamangar-bus.jpg","field_file_image_title_text[und][0][value]":"jamangar-bus.jpg"}},"link_text":false,"attributes":{"alt":"jamangar-bus.jpg","title":"jamangar-bus.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
સુરતમાં પણ એસ.ટીએ કરી રેકોર્ડ બ્રેક કમાણી
દિવાળીની રજાઓને લઈને સુરત એસ.ટી વિભાગને અધધધ આવક થઈ છે. અત્યાર સુધીમાં 1.58 કરોડની આવક એસ.ટી વિભાગને થઈ છે. જે અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. મહત્વનું છે કે, 350થી વધુ બસોનું બૂકિંગ થયું હતું. સાથે જ અનેક મુસાફરો બૂકિંગ વગર સીધી મુસાફરી કરતા હોય છે. આ તમામ મુસાફરોથી એસટી વિભાગને આ આવક થઈ છે. તો રજાઓ પૂરી થતાં બે-ચાર દિવસમાં મુસાફરો પરત ફરશે જેનાથી આ આવક હજુ પણ ઘણી વધી શકે છે.