99.88% મેળવનાર ભવ્ય બોલ્યો, તૈયારી કરવા દિમાગને ફ્રેશ રાખ્યું, માત્ર અભ્યાસ પર ફોકસ ન કર્યું
ધોરણ 10 બોર્ડનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. જેમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. શહેરમાંથી કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શક્યા છે. વડોદરા જિલ્લામાંથી 38135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આજે પરિણામને લઈ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ, લોકડાઉન ખૂલ્યુ હોવાથી વાલી અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ માતાપિતા સાથે સ્કૂલમાં પહોંચ્યા હતા. વડોદરાના ભવ્ય શાહ નામના વિદ્યાર્થીએ 99.88 પર્સન્ટાઈલ મેળવ્યાં છે.
રવિ અગ્રવાલ/વડોદરા :ધોરણ 10 બોર્ડનું પરિણામ આખરે જાહેર થઈ ગયું છે. જેમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 60.19 ટકા આવ્યું છે. શહેરમાંથી કુલ 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શક્યા છે. વડોદરા જિલ્લામાંથી 38135 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આજે પરિણામને લઈ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ, લોકડાઉન ખૂલ્યુ હોવાથી વાલી અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભેગા થયા હતા. વિદ્યાર્થીઓ માતાપિતા સાથે સ્કૂલમાં પહોંચ્યા હતા. વડોદરાના ભવ્ય શાહ નામના વિદ્યાર્થીએ 99.88 પર્સન્ટાઈલ મેળવ્યાં છે.
ધોરણ 10 પરિણામ: 74.66% સાથે સુરત પ્રથમ ક્રમે, 350 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા
ગત વર્ષ કરતા ઓછું પરિણામ આવ્યું
જોકે, ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું વડોદરાનં પરિણામ ગત વર્ષની સરખામણીમાં ઓછું આવ્યું છે. ચાલુ વર્ષે પરિણામ ઓછું આવ્યું છે. વડોદરાના શિક્ષણવિદ પરેશ શાહ અને શિક્ષકોએ આ અંગેનું કારણ આપતા જણાવ્યું કે, પરીક્ષા ની પેટર્ન બદલાતા પરિણામ પર અસર થઈ છે. વિદ્યાર્થીનું પાયાનું શિક્ષણ મજબૂત કરવાની જરૂરિયાત છે. વાલી અને શિક્ષકો માટે મનોમંથન કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીને પ્રમોશન આપી આગળના વર્ગ માં મોકલવાની પધ્ધતિ બંધ કરવાની મોટી જરૂરિયાત છે. જો આવુ કરાશે તો જ પરિણામ સારું આવશે.
બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયુ ધોરણ 10નું પરિણામ, વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ
ભવ્ય શાહે 99.88 પર્સન્ટાઈલ મેળવ્યાં
વડોદરાના ભવ્ય શાહ નામના વિદ્યાર્થીએ 99.88 પર્સન્ટાઈલ મેળવ્યાં છે. વેકેશનમાં 6 થી 7 કલાક અભ્યાસ કરીને ભવ્યએ આ પરિણામ હાંસિલ કર્યું છે. તેણે પરિણામ બાદ અન્ય વિદ્યાર્થીઓ માટે મેસેજ આપ્યો કે, તૈયારી કરવા માટે દિમાગને ફ્રેશ રાખવું જોઈએ. માત્ર અભ્યાસ પર ફોકસ ન કરવું જોઈએ. ટીવી પણ જોવી જોઈએ. મોબાઈલ અને ગેમ્સ પણ રમવી જોઈએ. સાથે અભ્યાસ પણ કરવો જોઈએ. પોતાને શું બનવું છે તે અંગે તેણે કહ્યું કે, તે સાયન્સમાં જઈને એન્જિનિયર બનવા માંગે છે. ભવ્યના પિતા પણ ઇજનેર છે. તેથી તે પિતાના પગલે આગળ વધવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર