ગાંધીનગર:  શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાનારી એકમ કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે. આ એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા 30 અને 31 મી ડિસેમ્બરના રોજ લેવાશ. આ અગાઉ વિભાગ દ્વારા 4 એકમ કસોટી યોજાશે. ડિસેમ્બરમાં પાંચમી એકમ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતીમાં પરીક્ષાનું આયોજન કરવાનું શક્ય નહી હોવાનાં કારણે ઘરે જ પરીક્ષા અંગેનું આયોજન કરવા માટે શાળાઓને આદેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: અધુરા મહિને જન્મેલા બાળકને Corona આવ્યો, ડોક્ટર્સ યમરાજ સામે માંડ્યો મોરચો અને પછી

અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર કસોટી લેવામાં આવી છે. ડિસેમ્બરમાં યોજનારી એકમ કસોટી માટે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં મોકલી આપવામાં આવશે. ગુજરાતી અને ગણિત વિષયમાં લેવાનારી આ પરીક્ષા બાદ વાલીઓને 6 જાન્યુઆરી સુધીમાં ઉત્તરવહીઓ જમા કરાવવી પડશે. ત્યાર બાદ શાળા સ્તરે કાર્યવાહી શરૂ થશે.


Gujarat Corona Update: રાજ્યમાં નવા કોરોનાના 1115 દર્દી, 1305 સાજા થયા, 08 નાં મોત

જે શાળાઓ ડિસેમ્બરના અંતમાં નાતાલનું વેકેશન રાખતી હોય તેવી શાળાઓ એકમ કસોટીનાં કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. આ શાળાઓએ પણ 6 જાન્યુઆરી સુધીમાં એકમ કસોટીની ઉત્તરવહીઓ પરત મળી જાય તે પ્રકારે આયોજન કરવાનું રહેશે. તે માટેનું તમામ આયોજન અને તૈયારીઓ શાળા સ્તરે જ કરવાની રહેશે. અત્રે ઉલ્લેખીય છે કે, શાળાઓ ખુલવા અંગે હજી સુધી સ્થિતી સ્પષ્ટ નથી. તેવામાં પરીક્ષાનાં આયોજન અંગે અવઢવ છે. વાર્ષિક પરિક્ષાઓ અંગે પણ ભારે અવઢવ છે. અનેક રાજ્યો વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત કરી ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube