રાજકોટ: અધુરા મહિને જન્મેલા બાળકને Corona આવ્યો, ડોક્ટર્સ યમરાજ સામે માંડ્યો મોરચો અને પછી

ભાવિનભાઇ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાને કારણે બાળકના જન્મની ખુશી પીડામાં ફેરવાઇ ગઇ હતી. બાળક હસતું રમતું હોવું જોઇએ તેના બદલે જન્મ પછી તરત જ કોરોના પોઝિટિવ થઇ ગયું હતું. બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલું ઓછુ હોય તેમ બાળક પુરા મહિને જન્મ પણ નહોતો થયો. અધુરા મહિને જન્મના કારણે પણ સમસ્યાઓ હતી. તેવામાં અધુરા મહિને કોરોના પોઝિટિવ બાળકને વેન્ટિલેટરની નળીઓ, ઇન્જેક્શન આપવા માટે લગાવેલી સોય, પાટાથી વિંટાયેલું તેનું શરીર કોઇ પણ પથ્થરદિલ માણસની આંખો પણ ભીની કરવા પુરતી હતી.
રાજકોટ: અધુરા મહિને જન્મેલા બાળકને Corona  આવ્યો, ડોક્ટર્સ યમરાજ સામે માંડ્યો મોરચો અને પછી

રાજકોટ : ભાવિનભાઇ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાને કારણે બાળકના જન્મની ખુશી પીડામાં ફેરવાઇ ગઇ હતી. બાળક હસતું રમતું હોવું જોઇએ તેના બદલે જન્મ પછી તરત જ કોરોના પોઝિટિવ થઇ ગયું હતું. બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એટલું ઓછુ હોય તેમ બાળક પુરા મહિને જન્મ પણ નહોતો થયો. અધુરા મહિને જન્મના કારણે પણ સમસ્યાઓ હતી. તેવામાં અધુરા મહિને કોરોના પોઝિટિવ બાળકને વેન્ટિલેટરની નળીઓ, ઇન્જેક્શન આપવા માટે લગાવેલી સોય, પાટાથી વિંટાયેલું તેનું શરીર કોઇ પણ પથ્થરદિલ માણસની આંખો પણ ભીની કરવા પુરતી હતી.

જો કે આ સ્થિતીમાં પણ પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર્સ દ્વારા આ બાળકને બચાવી લેવાનું બીડુ ઝડપવામાં આવ્યું હતું. માત્ર 14 દિવસમાં જ બાળક સંપુર્ણ સ્વસ્થ થઇ ગયું હતું. બાળક અને તેના પરિવારજનોની પીડાનો અંત લાવી ફરી ખુશીની લહેર આવી છે. સારીકાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રિમેચ્યોર ડિલીવરી કરવાની ફરજ પડી હતી. બાળકનાં જન્મની સાથે જ માતા અને પુત્ર બંન્નેને દાખલ કરી દેવામાં આવ્યા હતા.

બાળકનાં માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારીકા બહેન ગર્ભવતી હોવાના કારણે તેમને ખાનગી દવાખાનમાં સારવાર દરમિયાન પ્રિમેચ્યોર ડિલીવરી કરવી પડી હતી. બાદમાં બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સ્થિતીમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ હોસ્પિટલનાં પિડિયાટ્રિક વિભાગમાં દાખલ કરાયું હતું. પ્રિમેચ્યોર ડિલિવરીના કારણે બાળક પહેલાથી જ નબળું હતું. તેનું વજન માત્ર 2 કિલો જ હતું. ઉપરાંત કોરોના પોઝિટિવ હોવાનાં કારણે સ્થિતી ખુબ જ વિકટ થઇ હતી. જો કે સિવિલનાં બાળકોનાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરૂ કરવામાં આવી હતી. સધન સારવાર અને ખુબ જ કાળજીના કારણે આ બાળક માટે આખરે ડોક્ટર્સ દેવદુત સાબિત થયા હતા. 

બાળકને શરૂઆતનાં તબક્કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડી ડાઇમર, એફ. ફેરિટિનની વધારે વેલ્યુ આવતા તેને ખાસ પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જો કે બાળકની સ્થિતીમાં ધીરે ધીરે સુધારો આવવા લાગ્યો હતો. આ દરમિયાન તેને માતાનું દુધ મળી રહે તે પણ જરૂરી હોવાથી તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળક ઝડપથી રિકવર થતા 14 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના પગલે બાળકની સારવારમાં રહેલા સ્ટાફ અને પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news