ચેતન પટેલ, સુરત: સુરત (Surat) માં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને સ્મશાનગૃહ (Crematorium) માં લોકોને સ્વજનોની અંતિમવિધિ માટે વેઈટીંગમાં બેસવું પડી રહ્યું છે. ત્યારે લીંબાયત સ્થિત મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ સ્મશાન કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાલ સ્થિત તાપી નદી (Tapi River) ના કિનારે સ્મશાનભૂમિ (Crematorium) બનાવવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં 24 કલાક સળગી રહી છે ચિતાઓ, પીગળી ગઇ સ્મશાનની ભઠ્ઠીઓ


લીંબાયત સ્થિત મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ સ્મશાન કાર્યરત કરી દેવામાં આવ્યું
સુરત (Surat) માં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. રોજના રેકોર્ડ બ્રેક (Record Break) કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલ (Hospital) માં બેડની અછતના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ સ્મશાન ભૂમિની અંદર લોકોને સ્વજનોની અંતિમવિધિ માટે પણ હવે વેઈટીગમાં બેસવાનો વારો આવી રહ્યો છે. ત્યારે સુરતમાં નવા સ્મશાનભુમી તૈયાર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

Lockdown માં જોબ ન મળી તો ઇન્ટરનેટ પર વેચી પોતાની ઇંટિમેટ તસવીરો, સંભળાવી આપવીતી


લીંબાયત (Limbayat) સ્થિત મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ સ્મશાન કાર્યરત કરી દેવામાં આવ્યું છે. મુક્તિધામ હિંદુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ ભાઈ એ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તે દરમ્યાન ૧૦ તારીખથી જ સ્મશાનભૂમિ (Crematorium) માં અંતિમવિધિની પ્રક્રિયા શરુ કરી દીધી છે. તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ૩ ભઠી પર અંતિમવિધિ થઇ રહી છે. આવતી કાલથી વધુ ૬ ભઠીઓ કાર્યરત કરાશે.  સાથે જ તેઓએ લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ પણ કરી હતી. 

કોરોના સામે કવચ પુરૂ પાડે છે આ અમૃતા ઔષધિ, ચરક સંહિતામાં ખૂબ છે જાણીતી


પાલ સ્થિત તાપી નદીના કિનારે સ્મશાનભૂમિ બનાવવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું
સુરતના પાલ (Pal) સ્થિત આવેલા તાપી નદીના કિનારે નવું સ્મશાનગૃહ બનાવવાની કામગીરી હાલ આરંભી દેવામાં આવી છે. ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભજીયાવાળાએ જણાવ્યું હતું કે ૨૦૦૬થી પ્લાન મંજુરીના કારણે બંધ પડી હતી. ત્યાં કામ શરુ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટીઓ અને યુવાનો અને મનપાના સહયોગથી અહી સ્મશાનભૂમિનું નિર્માણ કાર્ય શરુ કરી છે. ભગવાનને પ્રાર્થના છે કે અહી લોકોને આવવું ન પડે તેવી પાર્થના કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube