જૂનાગઢ: એલર્ટ બાદ તણાવની સ્થતિમાં વિધિવત ધ્વજારોહણ સાથે ‘કુંભ’નો પ્રારંભ
જૂનાગઢમાં આજે વિધિવત ધ્વજારોહણ સાથે કુંભ મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. અને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત મુક્યો છે. બીજી તરફ સરહદ ઉપર તનાવ અને હાઈ એલર્ટના પગલે મેળાની સુરક્ષામાં વઘારો કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી, જૂનાગઢ એસ. પી. સૌરભ સિંઘે ભવનાથની મુલાકાત લઈને નિરીક્ષણ કરીને સુરક્ષાના અનેક નિર્દેશો આપ્યા હતા.
હનીફ ખોખર/જૂનાગઢ: જૂનાગઢમાં આજે વિધિવત ધ્વજારોહણ સાથે કુંભ મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. અને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા છે. ત્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત મુક્યો છે. બીજી તરફ સરહદ ઉપર તનાવ અને હાઈ એલર્ટના પગલે મેળાની સુરક્ષામાં વઘારો કરી માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી, જૂનાગઢ એસ. પી. સૌરભ સિંઘે ભવનાથની મુલાકાત લઈને નિરીક્ષણ કરીને સુરક્ષાના અનેક નિર્દેશો આપ્યા હતા.
જૂનાગઢમાં યોજાનાર શિવરાત્રી કુંભ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. 14 ડીવાયએસપી, 25 પીઆઇ સહિત 2500 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મેળાના દરેક પોઇન્ટ ઉપર શંકાસ્પદ વ્યક્તિની તુરંત તપાસ તલાશી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત હાલ રેડ એલર્ટના પગલે મેળાની સુરક્ષા વધારી છે.
વધુમાં વાંચો...અમદાવાદ: CCTV કેમેરા પર કલર સ્પ્રે મારી, ગેસ કટરથી ATM કાપ્યું અને કરી લાખોની ચોરી
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદીએ સુરક્ષા અંગેની વિગત આપતા જણાવ્યું હતુ કે, આ વખતે સરકારે ગિરનાર શિવરાત્રી મેળાને કુંભનો દરજ્જો આપતા આ વખતે મેળામાં 10 થી 12 લાખ યાત્રાળુઓ ઉમટી પડે તેવી ધારણા છે. તેમજ મેગા ઇવેન્ટના કારણે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના વી.વી.આઈ.પી લોકો અને દેશભરમાંથી સાધુ સંતો આવશે.
વધુમાં વાંચો..સરહદ પર તંગ માહોલને કારણે કોંગ્રેસની CWCની બેઠક કેન્સલ, નહિ આવે રાહુલ-પ્રિયંકા
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી અને જૂનાગઢના એસપી સૌરભસિંગ સાથે ચાલીને સમગ્ર મેળાના રૂટો ઉપર, સાંસ્ક્રુતિક સ્ટેજ ખાતે ફૂટ પેટ્રોલિંગ કરીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અને સ્થળ ઉપર જરૂરી સૂચનાઓ આપી હતી. આ સિવાય સોમનાથ અને દ્વારકા ખાતે મંદિરની સુરક્ષા વધારાઈ છે. સ્પોટલ વોચિંગ, અને કોસ્ટલ એરિયામાં પેટ્રોલિંગ વધાર્યું છે.
વધુમાં વાંચો...સબસલામતના બણગા ફૂંકતી સુરત પોલીસ પર હુમલો, લૂંટારુઓએ માર મારીને ભગાડ્યા
પ્રકૃતિધામ ખાતે તમામ પોલીસ અધિકારીઓની સાથે મિટિંગ યોજીને સુચનાઓ આપી હતી. આઈ.જી.પી. સુભાષ ત્રિવેદીએ સોમનાથ અને દરિયાઈ સુરક્ષા અંગેની વિગત આપતા જણાવ્યું હતુ કે, સોમનાથની સુરક્ષા માટે સ્પોટર વોચર્સનો વધારો તેમજ દરિયાઈ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડરનું રાજ્ય છે એટલે એલર્ટ છીએ અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.