હનિફ ખોખર, જૂનાગઢ: જૂનાગઢમાં આજથી બે વર્ષ પહેલા એક એવી ઘટના બની હતી જેના પડઘા બ્રિટન સુધી પડ્યા છે. કોઈ ફિલ્મ પ્લોટ જેવી સ્કિપટ પહેલેથી જ લંડનમાં લખાઈ હતી અને તે પ્રમાણે એક બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. સાથે બાળકના બનેવીનું પણ મોત થાય છે. ઘટના એક સામાન્ય અપહરણ જેવી જ હોય છે પરંતુ પોલીસ પડદા પાછળનું રહસ્ય ખોલી નાખે છે અને જયારે પડદો ઉંચકાય છે ત્યારે પોલીસ પણ ચોકી જાય છે કારણ કે સમગ્ર ઘટના સ્ક્રિપટ લંડનમાં રહતી એક NRI મહિલાએ લખી હોય છે. આવો જાણીએ શું છે આ વાર્તા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લગ્ન પહેલા હાર્દિક પટેલની એક વર્ષ જુના કેસમાં ધરપકડ બાદ છુટકારો


8 ફેબ્રુઆરી 2017ની એ સાંજ હતી અને કેશોદ પાસે નેશનલ હાઇવે ઉપર એક બાળકના અપહરણની ઘટના બને છે. આ ઘટના એવી છે કે કોઈ થ્રિલર ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. કારણ કે જ્યારે ગોપાલ સેજાણી નામના બાળકના અપહરણની ઘટના બને છે. અપહરણ કરતી વખતે અપહરણકર્તા બાળકના બનેવી હરસુખભાઇ કરડાણી ઉપર જીવલેણ હુમલો કરે છે અને ત્યાર પછી પોલીસને બાળક ગોપાલ અને તેના બનેવી હરસુખભાઇ કરડાણી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળે છે.


વધુમાં વાંચો: હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ


બંનેને હુમલા ખોરોએ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. એટલે પોલીસે બંનેને સારવાર માટે રાજકોટ મોકલ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. તો બીજી બાજુ પોલીસે તાપસ શરુ કરી તો અનેક રહસ્યો એવા ખુલ્યા જે સાંભળી પોલીસે આંખો પણ પહોળી થઇ ગઈ હતી. કારણ કે આખું ષડયંત્ર ભારતીય મૂળની લંડનમાં રહતી મહિલા આરતી ધીરે રચ્યું હતું. બાળકને દત્તક લઇ NRI મહિલાએ 1 કરોડ 30 લાખનો વીમો પકવવા ગોપાલની હત્યા કરાવી હતી.


વધુમાં વાંચો: જામનગર: બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે મોત


બ્રિટનમાં રહેતી અને હીથ્રો એરપોર્ટ પર કામ કરતી એનઆરઆઇ મહિલા આરતી ધીરે ફેબ્રુઆરી 2017માં માળિયાહાટીનામાં પોતાની બહેન સાથે રહેતા ગોપાલ સેજાણી (ઉ. 11)ને દત્તક લીધો હતો. ગોપાલને બ્રિટન બોલાવવા માટે પાસપોર્ટ કઢાવવા સહિતની કાર્યવાહી પણ આરંભી હતી. બાદમાં તેની હત્યા કરાવી તેનો વીમો પકાવવાનો કારસો રચ્યો હતો. આ બનાવમાં આરતી સહિતનાં આરોપીઓને ભારત લાવવા બ્રિટીશ અદાલતમાં સુનાવણી શરૂ કરાઇ છે.


વધુમાં વાંચો: સુરતમાં આજથી 100 ફૂટ ઊંચાઇએ લહેરાશે ધ્વજ, RPF જવાન કરાયો તૈનાત


આરતીએ ગોપાલને દત્તક લીધા બાદ બ્રિટનમાં તેનો 1.3 કરોડનો વીમો લીધો હતો અને તેને ભારતથી ત્યાં બોલાવવાની વિધી શરૂ કરી હતી. જે મુજબ તા. 8 ફેબ્રુઆરી 2017નાં રોજ ગોપાલ પોતાના બનેવી હરસુખભાઇ કરડાણી સાથે કારમાં માળિયાહાટીના આવતો હતો. ત્યારે માણેકવાડા પાસેથી બુકાની પહેરીને બાઇક પર આવેલા બે શખ્સોએ ગોપાલનું અપહરણ કર્યું હતું. તેને બચાવવાનો પ્રયાસ કરનાર હરસુખભાઇના પેટમાં છરી મારી દીધી હતી. બાદમાં ગોપાલના પેટમાં પણ છરી મારી તેને રસ્તામાં છોડી મુક્યો હતો.


વધુમાં વાંચો: અંબાજી મંદિર સંપૂર્ણ સોનાનું બનશે, હવે મુખ્ય મંડપ પણ સોનાથી મઢાશે


બંનેના રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. આ બનાવ અંગે પોલીસે આરતી ધીર અને તેના સાગરીત કંવલજીત રાયજાદા સહિતનાં શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. બંનેને ભારત લાવવા પ્રત્યાર્પણની સંધિ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બ્રિટનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટે આરતી અને કંવલજીત સામેના પ્રત્યાર્પણ કેસની સુનાવણી શરૂ કરી છે.


વધુમાં વાંચો: બનાસકાંઠામાં કોઈ જિલ્લો કે તાલુકો અલગ કરવાની કોઈ વાત નથી: સીએમ રૂપાણી


એનઆરઆઈ મહિલા આરતીએ તેના જ સહઆરોપી સાથે બાળકની હત્યાના કલાકો જ પહેલાં જે ઈ-મેઈલની આપ-લે કરેલી તેની સઘળી વિગતો ભારત સરકાર પાસેથી મંગાવી છે. સાથે જ અદાલતે આખા કેસમાં બંને આરોપીઓ સામે પ્રથમદર્શીય રીતે પ્રત્યાર્પણનો કેસ બનતો હોવાનું પણ નિરીક્ષણ કર્યું હતું.


વધુમાં વાંચો: જોબની લાલચમાં તમારી સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખજો...


આ કેસમાં ગુરૂદાસપુરના નિતીશ મુંડનું નામ પણ ખુલ્યું છે. નિતીશ વિદ્યાર્થી છે અને તે લંડનમાં કંવલજીત રાયજાદા સાથે અભ્યાસ કરતો હતો. ચીફ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે, ગોપાલની હત્યા થયાનાં 3 કલાક પહેલાં આરતીએ નિતીશને ઈ-મેઈલ કર્યો હતો. મેજિસ્ટ્રેટે તમામ ઈ-મેઈલ જોવા માંગ્યા હતા. જો કે, ભારત સરકારે આ બંને વચ્ચેના ઈ-મેઈલ નથી આપ્યા. પહેલાં ગોપાલનો વીમો ઉતારવામાં આવ્યો હતો અને ત્યાર પછી મેઈલ કરાયા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...