પરખ અગ્રવાલ/ અંબાજી: ગુજરાત રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આજે શક્તિપીઠ અંબાજીની મુલાકાત દરમિયાન ગબ્બર ગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિનામૂલ્ય પ્લોટની ફાળવણીને લઈ સનદોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિચારતી જાતિના લોકો દ્વારા પણ મુખ્યમંત્રી સહીત રાજ્ય મંત્રીનું ફુલહાર તેમજ રાવણ હથ્થો ભેટ આપી તેમને આવકાર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનામૂલ્ય રહેણાંકના પ્લોટોનું વિતરણ કરતા દાંતા તાલુકાના કુંભારીયા ખાતે સર્વે નંબર 136 માં 6 હજાર ચોરસ મીટર જમીનમાં 80 ચોરસ મીટરની મર્યાદામાં આ મફત પ્લોટ ફાળવાનો હુકમ કરવામાં આવ્યા છે. તેમને તમામ પ્રકારની સુખ સુવિધા કરી આપવા જિલ્લા કલેક્ટરને સૂચન કરાયું હતું. તેમજ આજે આ વિચરતી વિમુક્ત જાતિના પરિવારને કાયમી સ્થાયી કરવા 33 સનદો સહીત ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.


રાવણ દહન કાર્યક્રમ મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ગૃહ રાજ્યમંત્રીએ


આજે દુર્ગાષ્ટમીના દિવસે મુખ્યમંત્રીએ આ વસાહતને દેવશક્તિ વસાહત તરીકેનું નામ કરણ પણ જાહેર કર્યું હતું. જોકે લાભાર્થીર્ઓને વિનામુલ્ય પ્લોટો મળતા મોજમાં ઝુમી ઉઠ્યા હતા. આ સનદ વિતરણ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી અને રાજ્યમંત્રી રોપ-વે દ્વારા ગબ્બર ગઢ ઉપર માતાજીના દર્શને પહોંચ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube