કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હર્ષ સંઘવી અને પાટિલ વિશે એવું તે શું બોલ્યા કે ભાજપ ભડક્યું?
મોડાસામાં કોંગ્રેસની કારોબારીની બેઠકમાં જગદીશ ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા અને તેમના અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.
ઝી બ્યુરો/મોડાસા: ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનેક કોશિશ કરી રહી છે, પરંતુ તેમને હજું સુધી સફળતા મળી નથી. હવે લોકસભા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ફરી કોંગ્રેસ તેની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના વિવાદાસ્પદથી ખળભળાટ મચી જવા પામ્યો છે. મોડાસામાં કોંગ્રેસની કારોબારીની બેઠકમાં જગદીશ ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા અને તેમના અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. એટલું જ નહીં, રાહુલ ગાંધી પર થયેલા માનહાનિ કેસને લઈને જગદીશ ઠાકોરે આકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા અનેક આક્ષેપો કર્યા હતા. સુરતના કેસ મામલે બોલતા વિવાદસ્પદ નિવેદન કરતા જગદીશ ઠાકોર બોલ્યા કે સુરતમાં રાહુલ ગાંધી સામે કેસ થવાનું કારણ સી આર પાટીલ અને હર્ષ સંઘવી છે. કોઈ પણ જગ્યાએ પોલીસ ફરિયાદ ન થઇ એટલે સુરત ખાતે ફરિયાદ કરવામાં આવી અને રાહુલ ગાંધીને પરેશાન કરવામાં આવ્યા સાથે જ જગદીશ ઠાકોર બોલ્યા કે 'સી આર પાટિલના પહેલા ખોળાના હર્ષ સંઘવી છે', આવા નિવેદનના પગલે રાજકીય ગરમાવો આવવાની શક્યતા રહેલી છે.
યુવરાજ સિંહે VIDEO જાહેર કરીને કૌભાંડીઓને લલકાર્યા, કહ્યું; 'કોઈને છોડીશ નહીં...'
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મોડાસામાં કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. જ્યાં કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને નેતાઓ હાજર હતા. મોડાસા ખાતેની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રી ગણેશ કરતા જગદીશ ઠાકોરે અનેક મુદ્દાઓ પર ભાષણ આપ્યું હતું. પરંતુ ત્યાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને તેમણે જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી એ સી.આર. પાટીલના પહેલા ખોળાના છે.
અરવલ્લી જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં અરવલ્લી જિલ્લાથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લામાં કોંગ્રેસની કારોબારી યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે અરવલ્લી જિલ્લાથી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આગામી સમયમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં લાખોની સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોને એકઠા કરવાની રણનીતિ અંગે પણ વાત કરાઈ હતી. ગરીબ પરિવારનો દીપક બુઝાયો: લૂંટારુઓએ જે બેગ લૂંટી તેમાં યુવકના ઈન્ટરવ્યૂના કાગળ હતા
કોણ છે જગદિશ ઠાકોર?
જગદિશ ઠાકોરનો જન્મ 1 જુલાઇ, 1957માં અમદવાદમાં થયો હતો. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ઉપરથી સંસદસભ્ય રહી ચૂક્યા છે. તેમની ગણતરી લડાયક મિજાજના આક્રમક નેતા તરીકે થાય છે. આ સિવાય તેઓ ઓબીસીમાં (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જાતિ) ગણતરી થાય તેવા ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ગણતરી ધરાતલ સાથે જાડેયાલા નેતા તરીકેની થાય છે.
'ગુજરાત મોડલ' કર્ણાટકમાં BJP ને ભારે પડશે? અઠવાડિયામાં 8 દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી
જગદિશ ઠાકોરની રાજકીય કારકિર્દી
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય છે અને બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. તેઓ 1985થી 1994 સુધી યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જ્યારે 1998માં કોંગ્રેસ OBC સેલના પ્રમુખ તરીકે રહ્યા હતા. તેમને ભરતસિંહ સોલંકીની નજીકના માણસ માનવામાં આવે છે.
તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : ઉમેદવારોની એક માંગ પર હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા
જગદિશ ઠાકોર દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.