ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરલને કારણે ચાલી રહેલા લૉકડાઉનને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ માહિતી આપી હતી. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. આ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ વધારાશે તથા હાઈડ્રોજન ગેસના બલૂનનો પણ ઉપયોગ કરાશે. જે નિયત ઊંચાઈ પર રહેશે. જેમાં એક પી.ટી.ઝેડ કેમેરા અને બે થી ત્રણ સ્થિર કેમેરા લાગેલા હશે. જેમાંથી અસરકારક સર્વેલન્સ થઇ શકાશે. આ કેમેરા આઈ.પી. બેઇઝડમાં હોવાના કારણે તેના ફૂટેજ કંટ્રોલરૂમ અને ઉચ્ચ અધિકારીઓના મોબાઇલથી પણ જોઇ શકાશે. જેના લીધે સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સતત સુપરવિઝન કરી શકશે.


કોરોનાના ભયથી દવાના વેચાણમાં વધારો, રાતોરાત રોગપ્રતિકારક શક્તિ વધારવા અધીરા બન્યા લોકો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંક્રમણને રોકવા માટે ક્વોરન્ટાઈનનું મહત્વ સમજાવતા ઝાએ ઉમેર્યું કે રાજ્યમાં લોકોની આંતર જિલ્લા અવર-જવર તથા અન્ય રાજ્યો કે વિદેશથી આવતા લોકો દ્વારા સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ હોય, આવા લોકોએ નિયત કરેલ ક્વોરન્ટાઈન સમય સુધી ક્વોરન્ટાઈનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અન્ય રાજયોમાંથી તબલીગી જમાતીઓ જે મંજૂરી સાથે તબક્કાવાર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આવ્યા હતા તે તમામને નિયમ મુજબ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. તે પૈકી 12 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું હતું. જોકે તે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાથી અન્ય સંખ્યાબંધ લોકો સુધી સંક્રમણ રોકી શક્યા છીએ. મંજૂરી લઈને ગુજરાત પરત આવેલા તબલીગી જમાતીઓ પૈકી આંધ્રપ્રદેશથી 23 લોકો જૂનાગઢ આવ્યા હતા. જેમાંથી એકને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત મહારાષ્ટ્રથી ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પરત આવેલા 28 લોકો પૈકી ભાવનગરમાં ક્વોરન્ટાઈન થયેલા 10 લોકો પોઝિટિવ હોવાનું તબીબી પરિક્ષણમાં બહાર આવ્યું છે. જ્યારે આંધ્રપ્રદેશથી વડોદરા જિલ્લામાં આવેલા તબલીગી લોકો પૈકી એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.


કોરોના સંક્રમણને અટકાવવા માટેના પ્રયત્નોમાં અવિરત પણે ફરજ બજાવતા પોલીસ જવાનો, મેડિકલ સ્ટાફ સહિતના સરકારી કર્મચારીઓ ઉપર થતા હુમલાના બનાવમાં રાજ્ય સરકાર દ્વારા આરોપીઓ સામે પાસા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેની વિગતો આપતા ઝાએ જણાવ્યું કે કોરાના વૉરિયર્સ પરના હુમલાનાં વધુ છ બનાવોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 4.4.2020ના રોજ થયેલ પોલીસ પરના હુમલામાં ત્રણ આરોપીઓ, રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારના પોલીસ હુમલામાં એક આરોપી, અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ મથકમાં ગત તા. 1-4-2020ના બનાવમાં બે આરોપી, વિરમગામ પોલીસ મથકમાં તા. 23-4-2020ના બનાવમાં પાંચ આરોપી તેમજ પાટણ અને અમરેલી ખાતે જીઆરડી જવાન ઉપરના હુમલામાં એક-એક આરોપીની સામે પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલમાં મોકલી દેવામાં આવેલ છે.


અમદાવાદઃ ખોખરા વોર્ડના  વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બન્યા કોરોનાનો શિકાર


લૉકડાઉનના અમલ બાદ કોરોના વોરિયર્સ ઉપર કુલ 37 બનાવોમાં ગુના નોંધી 88 આરોપીઓની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં પોલીસ જવાનો ઉપર હુમલાના ૨૬ બનાવો, જી.આર.ડી-હોમગાર્ડ ઉપરના ૬, મેડિકલ સ્ટાફ તથા મહેસુલ કર્મચારી ઉપરના હુમલામાં બે તથા આશાવર્કર ઉપર હુમલામાં એક બનાવનો સમાવેશ થાય છે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.


ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 192 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 12,636 ગુના દાખલ કરીને 23,025 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 81 ગુના નોંધીને 96 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 3211 ગુના નોંધીને 4352 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર