Gandhingar News: શિક્ષિણ વિભાગને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરીને આપી માહિતી આપતા જણાવ્યું છે કે ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તમને જણાવી દઈએ કે 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. 



પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરી
શિક્ષણમંત્રી પ્રફુલ પાનરેસિયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, ખેલ અભિરૂચિ કસોટીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. તેમણે ટ્ટીટરમાં લખ્યું છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.29/11/2023ના રોજ લેવાયેલ “ખેલ અભિરૂચિ કસોટી (SAT)– 20231”નુ પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો સદરહું પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://sebexam.org પરથી જોઈ શકશે.