ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી પડતર રહેલી માગણીઓને લઈને તલાટીઓ ફરી હડતાલ પર ઉતરવાના હતા ત્યારે સરકારે તલાટીઓની 50 ટકા જેટલી મુખ્ય માગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. આ મામલે સરકારના મંત્રીઓ અને તલાટી મહામંડળના સભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીટિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કર્મચારીઓને પૂરતું પગાર ધોરણ મળે તે માટેની માગો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. તલાટીઓની જે 3 શરત પરત ખેંચવાની તલાટીઓની માગ હતી તે ત્રણેય શરતો પરત ખેંચવામાં આવી છે. જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેની 4 ,5 અને 6 નંબરની શરતો દૂર કરવામાં આવી છે. 


ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને રાહત, રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ઉઠાવતી સુપ્રીમ કોર્ટ

મહત્વનું છે કે સરકારના આ નિર્ણયથી 12 હજાર તલાટી કમ મંત્રીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ તલાડી મહામંડળ સાથે સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે તલાટીઓની માગણીઓનો સ્વીકાર કરવાની ખાતરી આપતા તલાટીઓએ હડતાળ પરત ખેંચી હતી. જે બાદ સરકારે હવે તલાટીઓની માગણીઓનો સ્વીકાર કર્યો છે.