ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં ભાદરવો વરસાદને કારણે ખેડૂતો (Farmers)ને ખેતીમાં મોટું નુકસાન થયું છે. બીજી બાજુ રાજ્યમાં તાઉતે વાવાઝોડું, અતિવૃષ્ટિ અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે ખેડૂતોની દિવાળી ટાણે કફોડી હાલત થઈ છે, ત્યારે ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે આર્થિક પેકેજ જાહેર કરવાની અવારનવાર માંગ ઉઠી હતી. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કૃષિ પેકેજની (Agricultural package) જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

•  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે  


•  જામનગર,રાજકોટ જૂનાગઢ  અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને  લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. 


•  આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે.


•  આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ  એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. 

Surat: શોખીન સુરતીલાલાઓ માટે બનાવી 'ગોલ્ડન ઘારી', ભાવ સાંભળી મગજ ભમી જશે


•  બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. 


•  જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. 


•  આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ ૨૫(પચ્ચીસ)ઓક્ટોબરથી ૨૦(વીસ) નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહી.


•  રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે ૮ –અ,તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. 

Dadra Nagar Haveli: લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં પાટીલનો શિવસેના પર પ્રહાર


•  એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે. 


•  ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે. 


•  વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે. 


•  સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં. 


- રાજ્ય સરકારે આ અંગે જારી કરેલો વિસ્તૃત ઠરાવ સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube