પાક વીમા ટ્રોલ ફ્રી નંબર લાગવામાં `માવઠું`, છેવટે સરકારે વીમા કંપનીઓને તતડાવ્યા...
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજ્ય સરકાર (State Government) દ્વારા પાક વીમા (Crop Insurance ) માટે ટોલ ફ્રી નંબર (Toll Free Number) જાહેર કર્યો હતો
ગાંધીનગર: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજ્ય સરકાર (State Government) દ્વારા પાક વીમા (Crop Insurance ) માટે ટોલ ફ્રી નંબર (Toll Free Number) જાહેર કર્યો હતો. ત્યારે સરકાર દ્વારા 72 કલાકમાં ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ખેડૂતોને પાક નુકસાનીની માહીત આપવા સૂચના આપી હતી. ટોલફ્રી નંબર પર સંપર્ક ના થઇ શકતા ખેડૂતો મૂશ્કેલીમાં મુકાયા છે. જેને લઇને વીમા કંપની (Insurance Company)ઓ સામે ટોલ ફ્રી નંબરો પર સંપર્ક ન થઇ શકતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જોકે, ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોના તાત્કાલીક નિરાકરણ માટે સરકારે વીમા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ પણ વાંચો:- સુરતમાં ટ્રાફિક નિયમનો યુવતીએ કર્યો ભંગ, પોલીસે ફટકાર્યો 4700નો દંડ
વીમા કંપનીઓ સામે ટોલ ફ્રી નંબર સહિતની ફરિયાદોના નિરાકરણ માટે સરકારે વીમા કંપનીઓના પ્રતિનિધિઓ અને બોલાવ્યા હતા. ટ્રોલ ફ્રી નંબરની અનિયમીતતા અને ખેડૂતોની ફરિયાદ સંદર્ભે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે વીમા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે તાકીદની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, ટ્રોલ ફ્રી નંબરો લાગતા નથી તેવી ફરિયાદોને આધારે બેઠક બોલાવી હતી. તાલુકા કક્ષાના સિવિક સેન્ટરમાં પણ ખેડૂતોની ફરિયાદ લેવામાં આવશે.
આ પણ વાંચો:- રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી, 145 ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ
3જી નવેમ્બર સુધીમાં ખેડૂતોની ફરિયાદ લેવામાં આવશે. 3 તારીખ 13મી નવેમ્બર સુધી સર્વેની કામગીરી પણ શરૂ કરાશે. વીમા કંપનીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ સાથે મળીને સર્વેની કામગીરી કરવામાં આવશે. 3 નવેમ્બર 2019 સાંજે 6 વાગ્યા સુધીમાં ખેડૂતોએ ફરિયાદો રજુ કરવાની રહેશે. રિલાયન્સ વીમા કંપનીને સર્વર ડાઉન હતું એટલે મુશ્કેલીઓ ઊભી થઇ હતી. 30મી નવેમ્બર સુધીમાં ખેડૂતોને ચુકવણી કરાશે. રાજ્ય સરકારની વિનંતીને માન આપીને વીમા કંપનીઓએ ૩ નવેમ્બર સુધી ખેડૂતો પોતાની ફરિયાદ વીમા કંપની સમક્ષ કરી શકશે તેવી તારીખ લંબાવામાં આવી છે.
આ પણ વાંચો:- પાક વીમા માટે સરકારે જાહેર કરેલો ટોલ ફ્રી નંબર ના લાગતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં અતિવૃષ્ટિ અને ક્યાર વાવાઝોડાથી પાક નુકસાનીનું વળતર મેળવવા કૃષિ વિભાગની આજે મહત્વની બેઠક મળી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિભાગ દ્વારા વીમા માટે ખેડૂતોને ફોર્મ ભરવાની અપીલ કરાઈ છે. વિભાગના મુખ્ય અધિક સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે, રાજ્યના 156 તાલુકામાં કમોસમી વરસાદની અસર થઈ છે. 1 ઈંચથી વધારે વરસાદ થયેલા 18 જિલ્લાના 44 તાલુકાઓ છે, જેમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો:- ક્યાર બાદ હવે 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાએ કરી આગાહી
રાજ્ય સરકાર અપીલ કરે છે કે, વીમા કંપની ના ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતોને ફરિયાદ નોંધાવે. સરકાર ફોન અને એસએમએસ દ્વારા ખેડૂતોને જાણકારી આપશે. વીમા કંપની અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા ખેડૂતોના સ્થળ ઉપર જઈને નુકસાનના સરવે કરશે. હાલ સરવે મુજબ, ડાંગરના વાવેતરમાં નુકશાન, મગફળીમાં પાણી પડવાથી બગાડ થવાની શક્યતા છે. કપાસમાં ફુલ બેસ્યા હોય તો ફૂલ બેસી જવાની સમસ્યાની થાય છે. તેથી આવા નુકશાનીવાળા વિસ્તારો આઈડેન્ટીફાઈ કર્યા છે.
જુઓ Live TV:-