રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી, 145 ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ

રાજ્ય સરકાર દ્વારા આજે લાભ પાંચમના દિવસે ટેકાના ભાવે મગફળીના પાકની ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડ્યા હતા

રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી, 145 ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા આજે લાભ પાંચમના દિવસે ટેકાના ભાવે મગફળીના પાકની ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. ત્યારે રાજ્યમાં કુલ 145 ખરીદ કેન્દ્રો પર ટાકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી. મગફળીના વેચાણ માટે 4.44 લાખ રજીસ્ટ્રેશન થયા હતા. જ્યારે ખેડૂતો પાસેથી 8 લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી થશે અને મણ દીઠ રૂપિયા 1018ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જો કે, રાજ્ય સરકાર દ્વારા 30 જાન્યુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

કમોસમી વરસાદની અસર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જોવા મળી છે. રાજકોટના જિલ્લા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી તેમજ તેના વેચાણની શરૂઆત થઇ ગઇ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઇને મોટી સ્ખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ પલળેલી મગફળીમાં ભેજનું પ્રમાણ હોવાના ડરથી કેટલાક ખેડૂતો મગફળી વેચેવા આવ્યા ન હતા. જે ખેડૂતો શુક્રવારે પોતાનો વારો હોય અને પહોંચી શક્યા ન હોય તે ખેડૂતોની મગફળી ખરીદી શનિવારના રોજ કરવામાં આવશે. સરકાર દ્વારા જિલ્લાના 11 સેન્ટરો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે જિલ્લાના 82 હજાર ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેનશ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ ઓપન માર્કેટમાં પણ માલ વેચવા માટે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત 18થી 22 નવેમ્બર 5 દિવસ અનામત રાખવામાં આવ્યા છે. જેમાં જે ખેડૂતો વેચાણ ન કરી શક્યા હોય તેના માટે ખરીદી કરાશે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 2500 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લામાં છ તાલુકામાં બે લાખ હેકટર જમીનમાં વાવણી કરવામાં આવી હતી જેમાં 55 હજાર  હેકટર જમીનમાં મગફળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા મગફળીને ટેકાના ભાવે ખરીદવાની આજથી શરૂઆત કરવામાં આવી હતી આગામી 90 દિવસ માટે મોડાસા સહીત છ ખરીદ કેન્દ્રો પર થી સરકાર 1018 દીઠ એક મણના ભાવે એક ખેડૂત દીઠ 125 મણ મગફળી ખરીદી  કરી રહી છે ત્યારે 14500 ખેડૂતોએ મગફળી વેચવા ઓનલાઇન નોંધણી કરાવી  છે  જે માટે સરકારના પ્રતિનિધિઓ દ્વારા આજથી ખરીદી કરવામાં આવી છે જેમાં આજે અરવલ્લી જિલ્લા કલેકટર,જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો સાથે મુલાકાત કરી ખરીદી શરુ કરાવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં 12 જેટલા ખરીદ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં 35,034 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા ઓનલાઈન નોંધણી કરાવી છે. જેમાં સરકાર દ્વારા મગફળીનો મણે 1018 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. પાલનપુર તાલુકા માટે પાલનપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાં 15 જેટલા વજન કાંટા સહિત મોટી સંખ્યામાં બારદાન અને ખરીદી માટેની સામગ્રી ઉપલબ્ધ કરાઈ છે 20 જેટલા ખેડૂતોને મગફળી લઈને વેચાણ માટે આવવના મેસેજ કરાયા છે પણ હજુ સુધી કોઈ ખેડૂત પોતાની મગફળી વેચવા આવ્યા નથી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news