આશ્કા જાની/ અમદાવાદ: રાજ્યમાં ફાયર સેફ્ટીની (Fire Safety) અમલવારીના વિવાદ મામલે હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે. રાજ્યની રાજધાનીમાં (Gandhinagar) ફાયર સેફ્ટીના ધોરણો લાગુ કરવામાં રાજ્ય સરકાર (State Government) સૌથી મોટી ડિફોલ્ટર હોય એવી વિગત સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં (Gandhinagar) જ્યાં સરકારી વિભાગોની કચેરીઓ છે એવી 40 ટકાથી વધુ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનું (Fire Safety) NOC નથી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના (Gandhinagar Municipal Corporation) ફાયર ઓફિસરે કરેલા સોગંદનામામાં (Affidavit) ખુલાસો થયો છે. જૂના અને નવા સચિવાલય (New Secretariat) તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી.


આ પણ વાંચો:- સિંગર દિવ્યા ચૌધરીએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 3 લોકો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ


કયા કયા બિલ્ડિંગમાં નથી ફાયર સેફટી એનઓસી
બિરસા મુંડા ભવન, નિર્માણ ભવન, વસ્તી ગણતરી ભવન, જુનો સચિવાલય બ્લોક 1-18, એસટીસી સ્ટાફ તાલીમ કોલેજ, ગુજરાત જળ કાર્ય વિભાગ, નવું સચિવાલય બ્લોક 1-7, નવું સચિવાલય બ્લોક 8-14, પાટનગર યોજના ભવન, સર્કિટ હાઉસ, વિશ્રામ ગૃહ, દાંડી કુટીર, જીપીએસસી ભવન, પોલીસ ભવન, કૃષિ ભવન, માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં પણ ફાયર NOC નથી.


આ પણ વાંચો:- ઓડિયો ક્લિપ બાદ રાધનપુરના ધારાસભ્યનું વધુ એક કારસ્તાન, જાહેરમાં કોરોનાના નિયમોનો કર્યો ભંગ


22 સરકારી ઇમારતો કે જેમાં માન્ય ફાયર એનઓસી છે તેમાં એસેમ્બલી બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલ વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી વિગતો પ્રમાણે વડોદરામાં કુલ 646 હોસ્પિટલોમાં ફાયર સેફટીનું NOC નથી, જેમાંથી 137 જેટલી હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલ્સ છે. આ તમામને નોટિસ અપાઈ હોવાનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે.


આ પણ વાંચો:- પાવાગઢ મંદિર હજુ આ તારીખ સુધી રહેશે બંધ, ચાંપાનેરમાં પણ મુલાકાતીઓની એન્ટ્રી પર રોક


જૂનાગઢમાં 27 કોવિડ હોસ્પિટલ માંથી 12 પાસે ફાયરસેફ્ટીની NOC નથી. અન્ય 56 હોસ્પિટલમાંથી 19 પાસે ફાયરસેફ્ટીની NOC નથી. રાજકોટમાં 88 કોવિડ હોસ્પિટલ માંથી 29 હોસ્પિટલ પાસે ફાયરસેફ્ટીનું NOC નથી. અન્ય 269 હોસ્પિટલમાંથી 241 પાસે ફાયર સેફટીનું NOC નથી. જામનગરમાં 19 કોવિડ હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીની NOC હાજર છે. જોકે અન્ય 110 હોસ્પિટલમાંથી 13 હોસ્પિટલ પાસે ફાયર સેફટી NOC નથી.


આ પણ વાંચો:- હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં, BU પરમિશન વિનાની બિલ્ડીંગોને AMC એ કરી સીલ


ચીફ ફાયર ઓફિસર -ગાંધીનગર મહેશ મોઢએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં થયેલ પીઆઇયેલના પગલે ફાયર NOC અંગે સમગ્ર વિગતો આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં ફાયર NOC અંગે વિભાગને નોટિસો આપવામાં આવી છે. આર એન્ડ બી વિભાગના સચિવ તાત્કાલિક બેઠક બોલાવી તમામ વિભાગોને ફાયર સિસ્ટમ અપગ્રેડ કરી NOC મેળવવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:- Viral Video: અમદાવાદી યુવકો રાત્રિ કર્ફ્યુંમાં બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ


નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ સરકારી ઇમારતોમાં ફાયર સિસ્ટમ અમલી બનાવવા સૂચના આપવામાં આવી છે. મોટાભાગની કચેરીઓ દ્વારા ફાયર સિસ્ટમ અપગ્રેડ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. થોડા સમયમાં તમામ કચેરીઓમાં ફાયર સિસ્ટમ અપગ્રેડ કરી NOC માટેની કાર્યવાહી શરૂ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube