Viral Video: અમદાવાદી યુવકો રાત્રિ કર્ફ્યુંમાં બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ એક વિડીયો વાયરલ(Viral Video)  થયો છે. જેમાં 5 જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયો (Video) માં સ્પષ્ટ જોઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે. 

Viral Video: અમદાવાદી યુવકો રાત્રિ કર્ફ્યુંમાં બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ

મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં સતત વધતા જતા સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ત્યારે તંત્ર દ્વારા નિયમોમાં મદહઅંશે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ રાત્રિ કર્ફ્યું (Night Curfew) યથાવત છે. પરંતુ છુટછાટ મળતાં લોકો ભૂલી ગયા છે કે સંક્રમણ ઓછું થયું છે કોરોના (Coronavirus) ગયો નથી. ત્યારે અવાર-નવાર નિયમો ધજાગરા ઉડાવતાં હોવાના વીડિયો વાયરલ (Viral Video) થાય છે. ત્યારે તાજેતરમાં જ વધુ એક આવો જ વિડીયો વાયરલ (Viral Video) થયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના પૂર્વ એક વિડીયો વાયરલ(Viral Video)  થયો છે. જેમાં 5 જેટલા યુવકો બેરિકેટિંગ આગળ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયો (Video) માં સ્પષ્ટ જોઇ શકાય છે કે વીડિયો મોડી રાત્રિનો છે, રાત્રિ કર્ફ્યું (Night Curfew) માં સરેઆમ ઉલ્લંઘન કરી આ યુવકોને ડાન્સ કરી રહ્યા છે આ યુવકોને કાયદાનો ડર લાગી રહ્યો નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2021

બેરિકેટિંગ આગળ ડાન્સ કરી રહેલા આ યુવકો કોણ છે? તથા આ વીડિયો (Video) ક્યાંનો છે જે અંગે હજુ સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. પરંતુ કાયદાના ડર વિના બિંદાસ નાચતા આ લોકો વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી હાથ ધરાશે? આ લોકોને ક્યારે સજા થશે એવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો (Video) ક્યાંનો છે, અને ક્યારનો છે તે અંગે હજુ સુધી પુષ્ટિ  થઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news