ગાંધીનગર: રાજ્યમાં જળ સંકટની સ્થિતિને જોઇને સરકાર પાણીના વપરાશ અને વેડફાટ પર અંકુશ લાવવા વિચારી રહી છે. રાજસ્થાન મોડેલ ગુજરાતમાં અમલમાં મુકવા માટે સરકાર પાણની લાઇન પર મીટર લગાવવાનું વિચારણા કરી રહી છે. પાણી પુરવઠા મંત્રી અને તેમની એક ટીમ બે દિવસ રાજસ્થાનના પ્રવાસે જશે અને ત્યાંની પદ્ધતિનો અભ્યાસ કરશે. ત્યારબાદ આ પદ્ધતિને ગુજરાતમાં કઇ રીતે અમલમાં લાવવી તેનો એક્શન પ્લાન તૈયાર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- જામનગરમાં બે સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો


આ અગાઉ પણ સરકાર દ્વારા પાણીના મીટરો લગાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોક વિરોધના ભયથી સરકારે તેને પડતી મૂકી હતી. ત્યારે હેવ રાજ્યમાં પાણીની ઉભી થતી અછકને રોકવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફરી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઇન સરકાર પાણી વેડફાટને અટકાવવા માટે મીટર લગાવવાનું વિચારી રહી છે.


વધુમાં વાંચો:- ઉત્તર ગુજરાતમાં આવશે શ્વેત ક્રાંતિ, દૂધ સાગર ડેરીના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે MOU


આ અંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પાણીના કરકસરયુક્ત વપરાશ માટે મીટર લગાવવું જરૂરી બન્યું છે. રાજસ્થાનના જોધપુરના કેટલાક ઝોનમાં મીટર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાણીના મીટર લગાવ્યા બાદ ત્યાં કેવી અસર જોવા મળી રહી છે. કેટલી સફળતા મળી છે. કેવી પદ્ધતિથી પાણી પુરવઠો આપવામાં આવે છે અને કેવી રીતે તેની વસૂલાત કરવામાં આવે છે. આ તમામ બાબતોનો ત્યાં જઇ અભ્યાસ કરીશું અને ત્યારબાદ ગુજરાતમાં તેને કઇ રીતે અમલમાં લાવવી તે અંગે એક્શન પ્લાન તૈયાર કરીશું.


વધુમાં વાંચો:- અમરેલી સ્ટેટ હાઇવે પર દેખાયો 10 ફૂટ જેટલો મહાકાય મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યું


રાજ્યના 8 મહાનગરો, 250થી વધુ નગરપાલિકાઓ અને 18 હજાર જેટલા ગામમાં મીટર લગાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ શહેર અને ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાનો નિર્ણય જે તે મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતનો રહેશે. પાણીનો જથ્થો મળ્યો નથી તેવી રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે જેના કારણે વિવાદો સર્જાય છે. મીટર મૂકવાથી આ વિવાદોનો પણ અંત આવશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...