ગાંધીનગર: મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) દર્દીઓ કે જેમને સારવાર દરમિયાન એમ્ફોટેરેસીન બી (Amphotericin B) ઇન્જેક્શનની જરૂર પડી રહી છે તેમના સુધી ઇન્જેક્શન પહોંચાડવાની રણનીતિમાં રાજ્ય સરકારે (State Government) ફરી એકવાર બદલાવ કર્યો છે. અમદાવાદ રૂરલ માટે સોલા સિવિલ (Sola Civil) અને અમદાવાદ શહેર માટે એલજી હોસ્પિટલને (LG Hospital) એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનના વિતરણ માટે અધિકૃત કર્યા બાદ હવે અમદાવાદમાં (Ahmedabad) અસારવા ખાતે આવેલી હોસ્પિટલને (Civil Hospital) ઇન્જેક્શનનના વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકોરમાઈકોસિસના (Mucormycosis) કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B (Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર (State Government) દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં (Ahmedabad Privet Hospital) સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી (Civil Hospital) પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે.


આ પણ વાંચો:- કોરોના અને બ્લેક ફંગસ બાદ આ બીમારીએ મચાવ્યો હડકંપ, સારવાર ન મળતા કપાવું પડી શકે છે અંગ


  • સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી

  • દાખલ દર્દીના કેસની વિગત(તબીબના પ્રિસ્ક્રીપ્શન(અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)

  • દર્દીના આધારકાર્ડની નકલ

  • મ્યુકોરમાઈકોસિસના નિદાનની વિગત

  • સારવાર આપતા તબીબનો ભલામણપત્ર

  • હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે.


આ પણ વાંચો:- અમદાવાદની ધનવંતરી હોસ્પિટલમાં તબીબો માટે ખાસ કોર્ષ શરૂ, ઇમરજન્સી સેવાની આપશે તાલીમ


અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com  ઉપર દર્દીની માહિતી મોકલી આપવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇ.ડી. સિવાય અન્ય ઇમેલ પરથી આવેલ ડેટાને માન્ય રાખવામાં આવશે નહી. આ ઇમેલ મળ્યેથી મળેલ માહિતીનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે.


આ પણ વાંચો:- અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં ધરખમ વધારો


ખરાઇ કર્યા બાદ જ Amphotericin B(Lyophillised) ઇન્જેકશન ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેકશનની ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલથી જાણ કરવામાં આવશે. જાણ થયેલ હોસ્પિટલ દ્વારા તેમના અધિકૃત વ્યક્તિને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન માટે ફોટો આઇ.ડી. પ્રુફ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવેલ સરનામે બપોરે 3 થી 5 કલાકમાં મોકલી શકશે.


આ પણ વાંચો:- તારક મહેતા સિરિયલ ફેમ બબિતાજીની મુશ્કેલીઓ વધી, અમદાવાદમાં વધુ એક ફરિયાદ


અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ પ્રમાણે જ Amphotericin B(Lyophillised) ઇન્જેશનનું પેમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદનાં એકાઉન્ટમાં ઓનલાઇન અથવા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતેના કેશ કાઉન્ટર નંબર 12 ખાતે કેશ જમા કરાવવાનું રહેશે. ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા જથ્થાની ઉપલ્ધતાના આધારે જ ઇન્જકેશનનું વિતરણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પર સંપૂણ માહિતી મેળવી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube