Ahmedabd: ધનવંતરી હોસ્પિટલમાં તબીબો માટે ખાસ કોર્ષ શરૂ, આપવામાં આવશે ઇમરજન્સી સેવાની તાલીમ
ધનવંતરી કોવિડ હોસ્પિટલના (Dhanvantari Covid Hospital) તબીબોને ICU અને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં 30 કરતા વધુ ક્ષેત્રના તબીબોને (Doctor) ટ્રેનિંગ આપવામાં આવશે
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સ્થિત ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં (Dhanvantari Covid Hospital) કાર્યરત તબીબો (Doctor) માટે વિશેષ સર્ટિફિકેટ કોર્ષ (Certificate Course) શરૂ કરાયો. કોવિડ સ્પેશિયાલિસ્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) તરફથી તાલીમના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે.
ધનવંતરી કોવિડ હોસ્પિટલના (Dhanvantari Covid Hospital) તબીબોને ICU અને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં 30 કરતા વધુ ક્ષેત્રના તબીબોને (Doctor) ટ્રેનિંગ આપવામાં આવશે. દિવસમાં બે કલાકની ટ્રેનિંગ દરમિયાન ICU માં પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે.
ભવિષ્યમાં જરૂરિયાત ઉભી થાય તો સ્કીલ્ડ તબીબો રાજ્યને મળી રહે એવો પ્રયાસ કરાઈ રહ્યો છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલના કુલ 127 તબીબોની 30 - 30 ના ગ્રુપમાં વહેંચણી કરી તાલીમ આપવામાં આવશે. 5 બેચના માધ્યમથી રોજિંદી ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદ સિવિલ બાદ સૌથી વધુ દર્દીઓ ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં આવે છે. બી.જે.મેડિકલ કોલેજના શ્રેષ્ઠ તબીબો દ્વારા અહીં તાલીમ આપવામાં આવશે. ત્રીજી લહેર આવે અને પીડિયાટ્રિક વિભાગ પર વધુ લોડ પડે એવી શક્યતા છે ત્યારે એ અંગે પણ તાલીમ આપવામાં આવશે. ઓક્સિજન ICU કેર માટે પણ ખાસ ટ્રેનિંગ પુરી પાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે