રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે, અત્યાર સુધી 2.30 લાખ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે. આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી રાજકોટ જિલ્લાના 52,388 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
હિતલ પારેખ, ગાંધીનગરઃ રાજ્ય સરકાર હવે ટેકાના ભાવે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની છે. આ માટે સરકારે ઓનલાઇન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરી હતી. મગફળીના વેચાણ માટે અત્યાર સુધી 2 લાખ 29 હજાર 659 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધુ રજીસ્ટ્રેશન રાજકોટ જિલ્લાના ખેડૂતોએ કરાવ્યું છે. ત્યારબાદ જૂનાગઢના ખેડૂતોનો નંબર આવે છે.
સરકાર ટેકાના ભાવે કરશે મગફળીની ખરીદી
રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે. આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી રાજકોટ જિલ્લાના 52,388 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો જૂનાગઢ જિલ્લાના 29 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દેવભૂમિ દ્વારકાના 25,859 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો ગીર સોમનાથ અને જામનગરના 25 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આ પણ વાંચોઃ ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ
પાછલા વર્ષે 4.70 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તો ડાંગર અને બાજરીની ટેકાના ભાવે ખરીદી માટે પણ રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. ડાંગરના પાક માટે 29 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો બાજરી માટે 6 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલું રહેશે.
આ દિવસથી શરૂ થશે ખરીદી
રાજ્ય સરકાર લાભ પાંચમ એટલે કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરશે. રાજ્યના 155 જેટલા સેન્ટરો પર મગફળીની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થશે. જેમાં મોટા ભાગના સેન્ટરો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફાળવવામાં આવ્યા છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube