મહાનગરોના તૂટેલા રસ્તાઓ રીપેર કરવા રાજ્ય સરકાર આપશે 216 કરોડ: CM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાળવણી અંતર્ગત અમદાવાદ મહાપાલિકાને 60 કરોડ, સુરતને 50 કરોડ, વડોદરાને 35 કરોડ, રાજકોટને 25 કરોડ, ભાવનગરને 15 કરોડ, જામનગરને 15 કરોડ, જુનાગઢને 06 કરોડ અને ગાંધીનગરને 10 કરોડ ફાળવવામાં આવશે.
હિતલ પારેખ/ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાળવણી અંતર્ગત અમદાવાદ મહાપાલિકાને 60 કરોડ, સુરતને 50 કરોડ, વડોદરાને 35 કરોડ, રાજકોટને 25 કરોડ, ભાવનગરને 15 કરોડ, જામનગરને 15 કરોડ, જુનાગઢને 06 કરોડ અને ગાંધીનગરને 10 કરોડ ફાળવવામાં આવશે.
આ ગ્રાન્ટમાંથી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મહાનગરોમાં માર્ગોને થયેલા નૂકશાનની દુરસ્તીના કામો નવરાત્રીમાં શરૂ કરી દેવાશે. મહત્વનું છે, કે 2019-2૦ના વર્ષ માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે 500 કરોડની ગ્રાન્ટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી
આ રકમમાંથી મહાનગરપાલિકાઓને ગત વર્ષની ફાળવણીના ધોરણે વસ્તીના આધારે કુલ રૂ. 241.5૦ કરોડ અને નગરપાલિકાઓને કુલ 258.5૦ કરોડ ફાળવવાના થાય છે. રાજ્યની નગરપાલિકાઓને આ ગ્રાન્ટની રકમ તેમની જરૂરિયાતના આધારે GUDM મારફત આપવામાં આવશે. મહાનગરપાલિકાઓના કિસ્સામાં આવી રકમની સીધી જ ફાળવણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
જુઓ LIVE TV :