વડોદરા : શહેરમાં અકોટા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના ઘંઘા પર ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 2.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં 2 આરોપી શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી યોગેશ પાટીલ દારૂના જથ્થો મોકલનાર લાલુ સિંધી સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યાહ તા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ રવિવારે સાંજે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં 24 પાસે દરોડા પાડ્યો હતો. દરોડા અંગે ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના અકોટા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશ પાટીલ મોટા પ્રમાણણાં વિદેશી દારૂનો જથ્થો લાગુ સિંધી પાસેથી મંગાવીને કારમાં વેચાણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પપ્પા હું પ્રેમને પામવા જઇ રહી છું મને શોધશો નહી? તરૂણીને પ્રેમીએ અધવચ્ચે જ છોડીને ભાગી ગયો અને...

જેના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ પર જ નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્ર પાટીલ અને અનિલ ઉતેરક પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. મારૂતી વાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા પાઉચ અને બીયરના 2,68,185 કિંમતનો દારૂ તથા બિયર મળી આવ્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube