મુસ્તાકદલ/ જામનગર: ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 20 20 ક્રિકેટ મેચ રમાય રહ્યો હોય ત્યારે જામનગર શહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સોની ધરપકડ કરી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી સ્થાનિક પોલીસે નહીં પરંતુ ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ (વિજિલન્સ) ટીમે કરતાં જામનગરની સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. જામનગર શહેરના રામેશ્વરનગર શિવમ એપાર્ટમેન્ટમાં આજે સવારે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન બે શખ્સોની સટ્ટો રમાડવાના સાધનો સહીત 1.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. રાજ્યવ્યાપી ક્રિકેટના આ સટામાં જામનગરના બે બુકી સહિત રાજકોટના બે તેમજ એક અમદાવાદના બુકીનું નામ પણ ખુલ્યું છે. જ્યારે અન્ય 12 આરોપીઓ ફરાર છે. 


રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોની સ્થિતી, બંન્ને ટીમોએ પાડ્યો પરસેવો
પવિત્ર યાત્રાધાન અંબાજીમાં જ દિવ્યાંગ બાળા પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મની ઘટનાથી ચકચાર
જામનગર શહેરમાં રામેશ્વરનગર મંદીર પાસે શિવમ એપાર્ટમેન્ટમાં બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ (વિજિલન્સ) ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં ઘરમાંથી ભગીરથસિંહ ઉર્ફ સન્ની જયેન્દ્રસિંહ જાડેજા, મનીષ ગુલાબરાય કાનાણીની ક્રિકેટ સટ્ટાના જુગાર રમાડતા રંગે હાથ ઝડપાયા હતા. દરોડામાં લેપટોપ, મોબાઇલ, પેન ડ્રાઇવ સહિત કુલ 1,10,215 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. ઉપરાંત 12 જેટલા આરોપીઓના પણ નામ ખુલ્યા છે. હાલ આ તમામ આરોપીઓ ફરાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ દરોડાથી જામનગર સીટી બી ડિવિઝન પોલીસ, એલસીબી અને આરઆરસેલની ટીમ ઉંઘતી ઝડપાઇ છે. જેથી જામનગરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પર ઉચ્ચ સ્તરેથી કાર્યવાહી થવા ઉપરાંત પીએસઆઇ અને પીઆઇ સહિતનાં અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા પણ સેવવામાં આવી છે.