ભાજપના વધુ એક MLA નારાજ; કહ્યું- `બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ`, જો કે પાછળથી ફેરવી તોળ્યું
બોસ્કીના ભાજપમાં જોડાવાની વાત પર MLA ગોવિંદ પરમારનું મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોવિંદ પરમારે જણાવ્યું કે બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ. પક્ષના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે..
ઝી ન્યૂઝ/નડીયાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સામી ચૂંટણીએ ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ થયા છે. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભા મુખ્ય દંડક પંકજ પટેલે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના નેતા જયંત બોસ્કીને બોલાવતા ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ગિન્નાયા છે.
બોસ્કીના ભાજપમાં જોડાવાની વાત પર MLA ગોવિંદ પરમારનું મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોવિંદ પરમારે જણાવ્યું કે બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ. પક્ષના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, જો બોસ્કી ભાજપમાં આવશે તો તેઓ કોંગ્રેસમાં જતા રહેશે.. પરમારે વધુમાં કહ્યું કે આ સરકારમાં કોંગ્રેસમાંથી આવેલાં અન્ય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા પણ આણંદમાંથી હું એક ચૂંટાયો તેમ છતાં મને મંત્રી બનાવાયો નથી. હજુ કોંગ્રેસના કેટલાંય નેતાઓ સાથે મારે મિત્રતા છે.. પરમારના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું.
ગુજરાતમાં ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેરનો પીક? જાણીતા ફિઝિશિયને જણાવ્યો સમય
જો કે પાર્ટીમાંથી દબાણ આવતા ઝી 24 કલાક સાથેની વાતમાં ગોવિંદ પરમારે કહ્યું કે, 'હું કોઈથી નારાજ નથી, પક્ષ છોડવાની કોઈ વાત જ નથી'. બોસ્કી ભાજપમાં જોડાશે આ પ્રકારની વાતો ખોટી છે. હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ. મંત્રી પદ આપે કે ના આપે, એ પક્ષનો નિર્ણય છે. મેં લોકોના અનેક કામ કર્યા છે અને પક્ષ ફરી ટીકીટ આપશે તો જીતી બતાવીશ.
નોંધનીય છે કે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર સોમવારે જ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓએ બોસ્કી અંગે પંકજ દેસાઇ સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમણે મને જણાવ્યું કે કોઇ કામ અર્થે મળવા બોસ્કી નડિયાદ આવ્યા હતા, ત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં જોડાઇ ગયા હતા, અન્ય કોઇ વાત નથી. બોસ્કિને ભાજપમાં કોઈ લે નહીં, શક્ય જ નથી.. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો આવનારો સમય જ દેખાડશે..
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube