હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરો (Resident Doctors) દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 4 દિવસથી રેસિડેન્ટ ડોક્ટર હડતાળ (Resident Doctor Strikes) પર છે. જેને લઇને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે, મેડિકલ વિદ્યાર્થીઓની (Medical Student) હડતાળ (Strikes) સંદર્ભે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (DyCM Nitin Patel) જણાવ્યું હતું કે, હડતાળ પર ગયેલા ડોક્ટરો (Doctors) અહમનો પ્રશ્ન ન બનાવે અને કામે લાગી જાય તેવી મારી અપીલ છે. આ પ્રશ્ન વધારે ખેંચવાનો પ્રયત્ન ન કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં રેસિડન્ટ ડોક્ટરો (Resident Doctors) છેલ્લા 4 દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના જિલ્લાની સરકારી હોસ્પિટલના 4 હજારથી વધુ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ (Resident Doctor Strikes) પર છે. 12/04/2021 ના બહાર પાડવામાં આવેલા કોવિડ ડ્યૂટી (Covid Duty) અંગે કરેલ 1:2 ની બોન્ડ પોલિસી અંગે અચાનક ફેરફાર કર્યા હતો. ત્યારે રેસિડેન્ટ ડોક્ટરના (Resident Doctor) મુદ્દાઓને સાંભળ્યા વગર જ બોન્ડમાં 1:1 નો ફરેફાર કરવામાં આવતા રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.


આ પણ વાંચો:- આણંદ-ખંભાતના યાત્રીઓ માટે સારા સમાચાર, રેલવે ટ્રેક પર ફરી દોડતી થશે આ ટ્રેન


મેડિકલ વિદ્યાર્થીઓની હડતાળ સંદર્ભે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે ચાલતી હડતાળ સમેટી લઈને સરકાર સોંપે તે જગ્યાએ નોકરી કરવા ડોક્ટરો તૈયાર થઈ જાય. હવે રેસિડેન્ટ ડોક્ટરો રહેતા નથી. તેઓ ડોક્ટર બની ચૂક્યા છે. એટલે પોઇન્ટને આધારે સરકાર જે ગ્રામ્ય વિસ્તારમાં કહે ત્યાં નોકરી કરે. રાજ્ય સરકાર યોગ્ય પગાર પણ આપશે. હડતાળ પર ગયેલા ડોક્ટરો અહમનો પ્રશ્ન ન બનાવી કામે લાગી જાય તેવી મારી અપીલ છે. આ પ્રશ્નને વધારે ખેંચવાનો પ્રયત્ન ન કરે.


આ પણ વાંચો:- અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર, જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો


ઉલ્લેખનીય છે કે, 48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે વાત ના સાંભળતા રેસિડેન્ટ ડોક્ટરોનો (Resident Doctors) વિરોધ યથાવત છે. તબીબોએ 4 દિવસ અગાઉ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી પરંતુ  હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રજુઆત ના સાંભળતા ડોક્ટરોને અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. અગાઉ ચાર મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર ડોક્ટરોની વાત સાંભળી રહી નથી.આખરે રેડસિડેન્ટ ડોક્ટરોના એસો. (JDA) દ્વારા તાત્કાલિક સારવારની સેવા બંધ કરવાનું આહવાન કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube