Gujarat Government: બાગેશ્વર ધામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં 2-2 દિવસ બાબાના દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાગેશ્વર બાબાએ કહ્યું; 'બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો', રાજકોટના પરિવારનો ખુલાસો


આ દરમિયાન રાજકોટ અને અમદાવાદના કાર્યક્રમ પહેલા વિવાદ થયો છે. નીતિન પટેલે બાગેશ્વર ધામને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બાબા બાગેશ્વને મેં ટીવીના માધ્યમથી અનેક વખત જોયા છે. બાગેશ્વર મુદ્દે પરિચય છે, આ મુદે મને અંગત રસ નથી. આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રીને કેન્સર મટાડવાથી લઈ ડ્રગ્સને લઈ સવાલો કરવામાં આવ્યા છે. બીજી તરફ વિજ્ઞાનજાથાએ પણ વિરોધ દર્શાવ્યો છે. 


લોકસભાની ચૂંટણીમાં નીતિન કાકાની એન્ટ્રી, ભાજપની જીતને લઈને આપ્યું મોટું નિવેદન


લોકસભાની ચૂંટણીને લઈને નીતિન પટેલે નિવેદન
નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલની સરકારીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા નીતિન પટેલે હવે જાહેર જીવનમાં ઓછા દેખાય છે. સ્પષ્ટ વક્તા નીતિન પટેલ જ્યારે પણ બોલે છે બેધડક બોલે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા નીતિન કાકાની એન્ટ્રી થઈ છે. લોકસભાની ચૂંટણીને લઈને નીતિન પટેલે નિવદેન આપ્યું કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટ ભાજપને જીતશે. 


મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણી લો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!


2024ના લોસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ એક્ટિવ બની છે. અમદાવાદમાં આજે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ રહી છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વિનોદ તાવડે ઉપસ્થિત રહ્યાં છે. સી આર પાટીલ કારોબારીની શરૂઆત કરાવી છે. તે પહેલા બેઠકમાં પ્રધાનમંત્રી મોદીના મનકી બાત પુસ્તકનું વિમોચન કરાયું.


ગરીબ હોય કે ધનવાન, બધાના સંતાનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં થાય


મનકી બાતના 100 એપિસોડ લિખિત સંવાદ સતમ પુસ્તકનું લોકર્પણ કરાયું. પ્રદેશ કારોબારીને લઇ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બેઠક ખુબ મહત્વની છે. સરકારે કરેલા કામો કઈ રીતે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટેની ચર્ચા આ બેઠકમાં થશે. તમામ સાંસદો,  ધારાસભ્યો અને સભ્યો આ બેઠકમાં હાજર રહેશે. 


બાબા બાગેશ્વર કેવી રીતે જાણે છે મનની વાત, બાબાના દરબારમાં અરજી લગાવવી હોય તો આ જાણો


તો લોકસભાની ચૂંટણી અંગે નીતિન પટેલે કહ્યું કે, આગામી લોકસભામાં ફરીથી 26 માંથી 26 સીટ ભાજપને જીતશે.