ઝી બ્યુરો/બનાસકાંઠા: દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતી ખરાડી હાલમા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં આવતા આજે દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા. ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઠા સમાચાર; ખેડૂતો પર ટેક્ષ લગાવવાની તૈયારીમાં છે સરકાર, RBI તરફથી સામે આવી જાણકારી


ધારાસભ્યે કહ્યું કે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે નહીં, ભવિષ્યમાં પણ વેચાશે નહીં. મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડટ આપ્યો છે. હું હેટ્રીક મારીને આવ્યો છું. હું નહિ મારો વિસ્તાર આવ્યો છે. મારો વિસ્તાર જીત્યો છે. કાંતિ ભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે નહીં. 


અંધાપા કેસમાં HC એ લીધો સુઓમોટો, આરોગ્ય મંત્રીએ કહ્યું; 'જવાબદારો સામે પગલાં લેવાશે'


દાંતા ધારાસભ્ય રામ મંદિર ઉપર પણ એક નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું કે રામ મંદિર તો બધાનું છે, ખાલી ભાજપનું નથી, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા જ ભાજપ વાળા ઉપાડીને ફરી રહ્યાં છે. ધાર્મિક આસ્થાની વાત છે. અમે રામને આજીવન માનતા આવ્યા છીએ અને આગળ પણ માનવાના છીએ, પણ અત્યારે જે ચાલી રહ્યુ છે તે ભાજપનું પેતરૂ છે અને ભાજપનું રાજકારણ છે. ધર્મ એ ધર્મ છેસ તેમાં રાજનીતિ ના હોવી જોઇએ.


ગુજરાતના આ જિલ્લાઓની બગડી જશે હાલત! અંબાલાલ પટેલની ગાભા કાઢી નાંખે તેવી આગાહી?


અમે રામ મંદિરના દર્શન કરવા જઈશું પણ એ મંદીર ભાજપ વાળાનું નથી, અમારુ પણ છે. અમે આજે નહિ તો કાલે જશું ખરા, રામ એમના કરતા અમારા હૈયામાં વધારે વસેલાં છે. જે લોકોમાં નહોતા વસતા તે અત્યારે ફતવા કરી રહ્યાં છે. અધુરા મંદીર વિષે પણ બોલી રહ્યા છે.


અમદાવાદમાં શર્મસાર કરતી ઘટના; 5 વર્ષીય બાળકીના ગુપ્ત અંગમાંથી લોહી નીકળતા ખબર પડી કે