હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 232 માંથી 175 ચૂંટણીઓ બેઠકો પર ભાજપ જીત્યું છે. 26 વર્ષે પણ પ્રજાએ સાઈન કરી છે. ચૂંટણીમાં ભવ્ય વિજય માટે કેબિનેટની બેઠકમાં અભિનંદન આપવામાં આવ્યા હતા. ગુજરાતને લેબોરેટરી કરવામાં આવે છે પણ એ સફળ લેબોરેટરી રહી છે. કોરોનાના રસીકરણના ગુજરાતની કામગીરીને એવોર્ડ મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન અને સુશાસનના 20 વર્ષ પૂરા થઈ ગયા છે. ત્યારે શિક્ષકો હોય તે તમામ કર્મચારીઓ હોય શિક્ષણ વિભાગના તમામ લોકો દ્વારા કમસેકમ એક જોડી ખાદીની ખરીદી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ 25 તારીખે સોમવારે ખાદી ખરીદી કરી છે. 25 મી તારીખની ખાદી પહેરવાના દિવસ તરીકે ઉજવણી કરાશે.


સમગ્ર રાજ્યમાં છવાશે અંધારપટ્ટ? આ કારણે રાજ્યમાં ઉભું થઈ રહ્યું છે વીજ સંકટ


ખેડૂતોના હિતમાં જણસીના દાખલાનો ઈશ્યુ ચગ્યો હતો. તલાટીઓના પ્રશ્નો અને માંગણીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી સાથે અધિકારીઓની બેઠક કરી હતી. આ આજથી ખેડૂતોને મુશ્કેલી ન પડે તે જોવામાં આવશે અને તલાટી કમ મંત્રીઓના આંદોલનને પણ તેઓ મુલતવી રાખવાની જાહેરાત સરકારને કરી છે. તેમના પડતર પ્રશ્નો હશે તેના ઉપર ચર્ચા-વિચારણા હકારાત્મક રીતે કરાશે.


જણસીના દાખલા આપવાનો વિષય અટક્યો હતો. આજથી એ દાખલા આપવામાં આવશે. મગફળી રજીસ્ટ્રેશનમાં ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલે કામ ચાલુ કરશે. એમના એસોસીએશનનો આભાર કે જનતાનો સાથ આપ્યો. તલાટીઓના પ્રશ્નો અંગે ભુપેન્દ્ર પટેલે પહેલાની સરકારમાં પણ કામ ચાલું રાખ્યું હતું. ખાસ ખેડૂતોને જણસી માટે મુશ્કેલી પડતી હતી.


દ્વારકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આગ લાગતા મચી અફરાતફરી, દર્દીઓ ચિંતામાં મુકાયા


ઉત્તર ગુજરાત વીજ કંપની સંદર્ભ માહિતી નથી પોતે હજું જાણતાં નથી. ત્રણ જિલ્લામાં અતિવૃષ્ટિની સહાય બાબતે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોના વ્યાપક હિતમાં સર્વે બાદ સહાય આપવામાં આવશે. નદી કાંઠા અને દરિયા કાંઠાના ગામોમાં નુકશાન થયા છે. સર્વવ્યાપી નીતિ બનાવી સહાયની જાહેરાત કરવામાં આવશે.


ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બેઠકો ચાલી રહી છે. ચર્ચાઓ ચાલી રહી છે. અન્ય રાજ્યોમાં કેવી રીતે શરૂ થયું છે અને આપણાં રાજ્યોમાં પણ. આરોગ્ય વિભાગ પણ ભેગો આવતો હોય છે. ત્યારે મુખ્યમંત્રી પણ આ બાબતે સક્રિય અને જાગૃત રીતે અમને માર્ગદર્શન આપતા રહે છે. બેઠકો પણ થઈ છે. કમિટિઓ પણ બની છે. અન્ય રાજ્યોની સ્થિતિનું પણ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ સાથે પણ બેઠક કરી રહ્યા છીએ. પરંતુ બાળકો, વિદ્યાર્થીઓ એમનું જીવન અને એમના આરોગ્યની પ્રથમ પ્રાથમિકતા રહેશે.


દુબઈની જાહોજલાલીને પણ ટક્કર મારે તેવુ ઓક્શન હાઉસ સુરતમાં બન્યું, ઓફિસ ખરીદવા તલપાપડ થયા રોકાણકારો


શાળાઓ ફાયર સેફ્ટી પર નિવેદન આપતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. બધા વિભાગમાં નિયમ લાગુ પડે છે. સ્વાભાવિક રીતે ક્યાંક એવું દેખાયું હશે તો પગલા લીધા છે. શિક્ષણ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ સાથે રહીને કામ કરાશે. શિક્ષણ ન બગડે તેના પર પણ ધ્યાન અપાશે.


સ્કૂલોને સિલ કરવા સંદર્ભ જીતુ વાઘાણીએ કહ્યું- ફાયર સેફટીની એનઓસી જરૂરી છે. નિયમ બધા માટે જરૂરી છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા પગલાં લીધા છે. ગ્રાન્ટ સહિતના બધા પ્રશ્નોના રસ્તાઓ કાઢીને રસ્તો નિકાળીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube