અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના ભાભરમાં ટ્યુશન માટે ગયેલી સગીરા ઉપર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જોકે ગેસ્ટહાઉસ ભાભરના ભાજપના શહેર પ્રમુખનું હોવાનો ગેનીબેન આક્ષેપ કરતાં ભાજપ શહેર પ્રમુખ અમરતભાઈ માળીએ ગેનીબેનના આક્ષેપને ફગાવ્યા હતા અને ગેનીબેન ઉપર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે મારુ કોઈ ગેસ્ટહાઉસ નથી. ગેનીબેન સામે મેં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી જેથી તેવો મારા ઉપર ખોટા આક્ષેપો કરીને મને બદનામ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી એકવાર મોસમે કરવટ બદલી! આ જિલ્લાઓમાં ઘટાટોપ વાદળો ફાટશે, થશે જળબંબાકાર


બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટહાઉસમાંથી મળી આવી હતી. ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યની યુવતીની માતાએ ફરિયાદ નોંધાઈ છે, ભાભર પોલીસે સુરજસિંહ રાઠોડ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


'હું આત્મહત્યા કરું છું, પ્રેમી દોડીને આવતા પ્રેમિકા લટકેલી હાલતમાં મળી! લાલબત્તી...


બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે આ ગેસ્ટહાઉસ ભાભરના ભાજપના શહેર પ્રમુખ અમરત માળીનું છે અને આ ગેસ્ટહાઉસમાં માસૂમ બાળાઓનું યોનશોષણ થઈ રહ્યું છે જેથી પોલીસ યોગ્ય તપાસ કરે જોકે ગેનીબેનના આક્ષેપોને લઈને અમરત માળીએ ગેનીબેન ઠાકોર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે મારા નામે કોઈ જ ગેસ્ટહાઉસ કે હોટલ નથી. ધારાસભ્ય ગેનીબેનના ભ્રષ્ટાચાર મામલે મેં તેમના વિરુદ્ધ જિલ્લા કલેકટરમાં લેખિત રજુઆત કરતા ગેનીબેન મારૂ નામ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એકસાથે 31 બાળકોનો જન્મ, 10 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર


જે બાળકી પર ઘટના ઘટી તે દુઃખ દ છે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. આ હોટલ મારી છે જ નહીં કે મેં ભાડે આપી પણ નથી. જોકે ગેનીબેને આ વિસ્તારમાં કરોડોના ભ્રષ્ટાચાર કર્યો છે તેમને પોતાના દીકરા તેમજ સગાઓના નામે ભ્રષ્ટાચાર કર્યો છે,ગેનીબેને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા કારસા કર્યા છે. ગેનીબેન દ્વારા મારી છબી ખરડતાં હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ.


રશિયાનું મૂન મિશન ફેલ, ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું લૂના-25