ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ૨૦૭ જેટલી યોજનાઓમાં તા. ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ૪૦.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના ૪૫.૩૭ ટકા છે. રાજ્યના ૨૦૬ જેટલા જળાશયોમાં ૨,૨૪,૨૮૭ એમસીએફટી જળસંગ્રહ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયો તેમજ ૯૦ થી ૧૦૦ ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર, ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ પર તથા ૭૦ થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ વલસાડઃ ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાયા, NDRF ટીમ ની કરી રહી છે રેસ્ક્યૂ, હેલિકોપ્ટરની મદદ લેવાઈ


ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની માહિતી પ્રમાણે 11 જુલાઈએ દક્ષિણ ગુજરાતના છોડાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, તાપી, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, મહિસાગર, સાબરકાંઠા, મહેસાણા, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાદ, દાદરા નગર હવેલી, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, આ સિવાય ખેડા, ભરૂચ, અમદાવાદ, નર્મદા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube