વલસાડઃ ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાયા, NDRF ટીમ ની કરી રહી છે રેસ્ક્યૂ, હેલિકોપ્ટરની મદદ લેવાઈ
Gujarat Rain Alert: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાયા છે.
Trending Photos
વલસાડઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. અનેક જગ્યાએ સતત પડી રહેલા વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકોના ઘર ડૂબી ગયા છે. અહીં એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. હિંજરાગ અને ભળેલી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. તો ભાગડાખુદમાં પણ હજારો લોકો પાણીમાં ફસાયા છે. તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી પણ પાંચ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાયા છે. બચાવ કામગીરી માટે વધુ એક એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી રહી છે. તો જે લોકો પાણીમાં ફસાયા છે તેનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
વલસાદના હિંગરાજ ગામે પાણીમાં ફસાયેલા પાંચ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અહીં હજુ વધારે લોકો ફસાયેલા છે. ઔરંગા નદીમાં નવા પાણીની આવક થતા પૂરની સ્થિતિ જોવા મળી છે. ભાગડાખુદ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. અહીં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે.
ડૂબી જવાથી એક વૃદ્ધાનું મોત
જેમાં પતરાના કાચા ઘરમાં રહેતા 75 વર્ષીય લખીબેન રાઠોડ બીમાર હતા અને લાકડીના સહારે ચાલતા હતા. જેઓ ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થયા બાદ પણ નીકળ્યા ન હતા. પરંતુ જ્યારે કમર સુધીના પાણી થતા લખીબેન લાકડીના સહારે ઘરની બાજુની સાંકળી ગલીમાંથી નીકળવા ગયા હતા. પરંતુ અકસ્માતે માજી પડી જતા, તેમનું પુરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
જેના કારણે તંત્ર દ્વારા અત્યારે 10 દરવાજા ત્રણ મીટર ખોલીને એક લાખ વિશે પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે દમણ ગંગા નદી અત્યારે રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે, અને જે રીતે કેચપ વિસ્તારમાં વરસાદની આવક વધી રહી છે. તે જોતા આવતા સમયમાં દોઢ લાખ ક્યુસેક પાણી તંત્ર દમણ ગંગા નદીમાં છોડવામાં આવશે. જેને જ લઈને દાદરા નગર હવેલી વાપી અને દમણના 22 જેટલા ગામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આવતા 36 કલાક હજી વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને જ લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને મધુબન ડેમનું તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે