અમદાવાદ: ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા અને સભ્ય પદ તેમજ ધારાસભ્ય પદ પરથી એકાએક રાજીનામું આપી દેતા કોંગ્રેસ પાર્ટીમાં હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે આશાબેન પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આશાબેન પટેલ હાય હાયના નારા સાથે શનિવાર સાંજે તેમના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં 10થી 12 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અલ્પેશને કોંગ્રેસ પાટણથી લોકસભા ચૂંટણી લડાવી શકે છે: સુત્ર


છેલ્લા કેટલાય દિવસોથી પાર્ટીથી નારાજ કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધાસાસભ્ય પદથી રાજીનામું આપી દેતા ઊંઝામાં કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. શનિવાર સાંજના આશાબેન પટેલ કાર્યલાયમાં તોડફોળ કરવામાં આવી હતી અને તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આશાબેનના નિવાસ અને કાર્યાલય પર પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલનું પૂતળા દહન કરનાર પટેલ સંજય સોમાભાઈ, પટેલ અરવિંદ અમૃતલાલ સહિત અન્ય 10થી 12 લોકો સામે જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.


[[{"fid":"201740","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: વેલેન્ટાઇન ડે પર વૈભવી લાઇફ છોડી સુરતની આ યુવતી અપનાવશે સંયમનો માર્ગ


તો બીજી તરફ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ભાજપ સામે આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે ભાજપ પક્ષ કોંગ્રેસના સનિષ્ઠ નેતાઓ આગેવાનોને શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરી રહી છે જે એક પાર્ટી માટે શરમજનક છે. જો કે, એક-બે નેતાઓના જવાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ જ ફરક પડવાનો નથી.


વધુમાં વાંચો: ભાવનગરના ‘ખાદી ફેશન શો’માં પહોંચી આ સેલિબ્રિટિ, ફેશન શોમાં કર્યું રેમ્પ વોક


અત્રે ઉલ્લેખનીય છે કે, આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે, રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે. જ્યારે વડાપ્રધાન મોદીએ સવર્ણોને 10 ટકા અનામત આપી છે. ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...