વેલેન્ટાઇન ડે પર વૈભવી લાઇફ છોડી સુરતની આ યુવતી અપનાવશે સંયમનો માર્ગ

સુરતમાં 8 યુવતીઓ વેલેન્ટાઇન ડેના દિવસે એક સાથે સંસારની મોહ માયાનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ અને સંયમનો માર્ગ અપનાવશે. આ 8 યુવતીઓ પૈકી એક યુવતી છે પુજા શાહ. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે.

Trending Photos

વેલેન્ટાઇન ડે પર વૈભવી લાઇફ છોડી સુરતની આ યુવતી અપનાવશે સંયમનો માર્ગ

ચેતન પટેલ, સુરત: 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે દિવસ. આ દિવેસ આખી દુનિયાના લોકો પોતાના પ્રેમનો એકરાર કરતા હયો છે. ત્યારે સુરતમાં 8 યુવતીઓ વેલેન્ટાઇન ડેના દિવસે એક સાથે સંસારની મોહ માયાનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ અને સંયમનો માર્ગ અપનાવશે. આ 8 યુવતીઓ પૈકી એક યુવતી છે પુજા શાહ. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે.

સુરતમાં જાણે દીક્ષા લેવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગી રહ્યું છે અને એમાં પણ કરોડપતી પરિવારની દીકરીઓ કે જેઓ મોજશોખ, મોબાઇલ, લકઝીરીયસ કારની મોહ માયા છોડી સંયમનો માર્ગ અપનાવી રહી છે. 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન દિવસ. આ દિવસે સમગ્ર દેશમાં ઉજવણી ચાલતી હશે ત્યારે બીજી તરફ આજ સંસારની મોહ માયા તાથા વૈભવી લાઇફ છોડી 8 જેટલી યુવતીઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે. આ તમામની ઉંમર 13થી 25 વર્ષ સુધીની છે.

મોટાભાગની યુવતીઓ કરોડપતિ પરિવારની છે. આ 8 પૈકી એક યુવતી છે જે નેશનલ જીમનાસ્ટીક પ્લેયર છે જેનું નામ પૂજા શાહ છે. પૂજા સુરતના નાનપુર વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં રહે છે. અવનીના પિતા કિરિટભાઇ હીરા દલાલીના કામકાજ સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા પૂજા ઉપાધ્યાયમાં ગઇ હતી. જ્યાં જૈન ગુરૂઓ સાથે રહીને તેણે પણ દીક્ષા લેવાની ઇચ્છા થઇ હતી.

શરૂઆતમાં જ્યારે તેણે પોતાના પરિવારજનોને દીક્ષા લેવાની વાત કરી ત્યારે તેને એમ હતું કે પરિવાર અનુમતિ આપશે નહીં. જો કે, તેના પરિવારજનોએ દીક્ષા લેવાની અનુમતિ આફતા તે ખુશ થઇ ગઇ હતી. પૂજા એમ.કોમના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. તે એવું માને છે કે આ જીવનમાં દુ:ખ જ દુ:ખ છે, સાચું સુખ તો આ મોહ માયા છોડી પોતે જ્યારે સંયમનો માર્ગ જીવસે તે છે.

પૂજાને કોઇ પણ કાકા કે પરિવાર મોટું ન હતું. જેથી તેની નાનપણથી જ ઇચ્છા હતી કે તેના લગ્ન મોટા કુટુંબમાં થાય. અવનીએ જ્યારે દીક્ષાની વાત તેના માતા પિતાને કરી ત્યારે પહેલા તો તેમનું મન કચવાયું હતું. જો કે, બાદમાં તેઓએ દીક્ષા અંગેની મજૂરી આપી દીધી હતી. મહારાજ શ્રી ગુન રતનેશ્વરજીના સાનિધ્યમાં આ 8 દીકકરીઓ દીક્ષા લેશે. દીક્ષાના આગલા દિવસે આ તમામનો વરઘોડો નીકળશે અને ત્યાર બાદ બીજા દિવસે તમામ લોકો કૈલાશનગરના જૈનાલયમાં દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news