નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ખોટ કરતી થઇ ગઈ છે. જેની પાછળ જવાબદાર સત્તા મંડળના ઉચ્ચ અધિકારીઓ છે. આ અધિકારીઓએ નિયમોના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓને કનડવાનું ચાલુ કર્યું હતું. તેમણે કડક નિયમોના નામે એવું ત્રાસદાયક માળખું બનાવ્યું કે જેના કારણે ફરવા આવેલો વ્યક્તિ પરેશાન થઇ જાય. આ રીતે અધિકારીઓએ યેન કેન પ્રકારે પ્રવાસીઓને હેરાન કરવાનો તખ્તો સ્થાનિક અધિકીકારીઓએ નક્કી કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PATAN માં ઠાકોર સમાજનો હુંકાર, મુખ્યમંત્રી અમારો નહીં તો તમે જઇ શકો છો...


આ તખ્તા અનુસાર પ્રવાસીઓ જે છે તેમનું વારંવાર ચેકિંગ કરવામાં આવતું હતું. સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી લગભગ 7 કિલોમીટર પહેલાં જ કેવડિયા ગામ નજીક એકતા દ્વાર જે છે ત્યાં પાર્કિંગ કરાવી અને આગળ પ્રવાસીઓને જવા દેવામાં આવતા નહોતા. નર્મદા માતાના મૂર્તિ સામેના પાર્કિંગમાં તેઓનો વાહન મૂકીને ફરજિયાત પ્રવાસીઓએ બસોમાં જવું પડતું હતું. પ્રવાસીઓની મુશ્કેલીઓ વધતા પ્રવસીઓ હવે SOU પર આવતા અટકી રહ્યાં છે. જે બાબતની જાણ સાંસદ મનસુખ વસાવાને થતા PMO સુધી રજુવાત કરવાની ચિમકી ઉચ્ચારી છે. 


પિતાએ ચાની કીટલી ચલાવીને દીકરાને ભણાવ્યો, પુત્રએ JEE ટોપર બનીને ગુજરાતનુ નામ રોશન કર્યું


જો કે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે. તેઓ જે વિઝનથી આ વિસ્તારને ડેવલપ કરે છે એ વિઝન સ્થાનિક સત્તા મંડળના અધિકારીઓ સમજતા નથી. પોતાની મનમાનીના નિયમો બનાવી પ્રવસીઓને પરેશાન કરે છે. જ્યા ઈચ્છા થાય ત્યાં સુધી પ્રવસીઓને ગાડીઓ જવા દેવામાં શુ વાંધો છે. સ્થાનિકોને રોજગારી મુદ્દે પણ સ્થાનિક અધિકારીઓ પરેશાન કરે એ પણ ના થવું. જોઇએ જો કે અધિકારીઓ નહી સુધરે તો હું વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલય સુધી રજુઆત કરીશ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube