જયેશ દોશી/નર્મદા :આજે વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) છે. ત્યારે ગુજરાત (Gujarat) પણ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. વર્લ્ડ ટુરિઝમ ડે પર હાલ ગુજરાતના એક જ ટુરિસ્ટ ડેસ્ટીનેશન (Gujarat Tourism) ની વર્લ્ડવાઈડ ચર્ચા છે. જેને બનીને એક જ વર્ષ થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity). આ ડેસ્ટીનેશન પર હાલ પરિસ્થિતિ એવી છે કે દર મહિને મુસાફરોની સંખ્યા વધતી જ રહી છે. ગુજરાતમાં ગત 31 ઓક્ટોબરે સ્ટેટ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નર્મદા (Narmada) જિલ્લામાં થયા બાદ અત્યાર સુધી 11 મહિના થયા છે. જેમાં 25 લાખ પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યું છે. તેનાથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (Sardar Patel) ને 66 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે. આ આંકડો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યુવક-યુવતીની અશ્લીલ હરકત, કેમેરો જોતા જ ઉભો થઈ ગયો યુવક  


સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વધુ આકર્ષણો ઉમેરાયા


  • સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તેના બાદ તેની આસપાસના વિસ્તારોને પણ ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવામાં આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક એવા સ્પોર્ટ ડેવલપ કરાયા છે, જેને નિહાળવા માટે બીજા બે દિવસ નીકળી જશે. કુદરતના ખોળે બિરાજેલ નર્મદા જિલ્લામાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખૂબ જ મોટું આકર્ષણ છે. પરંતુ હજી બીજા 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઇ જશે. પ્રવાસીઓ બેથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં હરીફરી શકે તેવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. સ્ટેટ્યુ ઓફ યુનિટી પરિસરથી માત્ર બે કિલોમીટરના અંતરે ખલવાની ગામે નર્મદા નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે 1 સપ્ટેમ્બરથી રિવર રાફ્ટીંગ શરૂ કરાયું છે. 

  • તો 300 એકર જમીનમાં જંગલ સફારી પાર્ક આકાર લઇ રહ્યું છે. સાત અલગ અલગ પહાડી વિસ્તારમાં મોટા ડોમ બનાવીને સફારી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાકાહારી પ્રાણી તરીકે હરણની 12 પ્રજાતિઓ ઉપરાંત વિદેશી પ્રાણીઓમાં ઝેબ્રા તેમજ જંગલી પ્રાણીઓ સાથે 1000 જેટલા દેશવિદેશના પક્ષીઓ લાવવામાં આવશે. દોઢ એકરનો એક અને એક એકરનો એક એવા બે ડોમમાં આ પશુ-પક્ષીઓને રાખવામાં આવશે. તેની સાથે જ એક ડાયનોટ્રોલ પણ બની રહ્યો છે. જેમાં ડાયનોસોરની ત્રણ પ્રિતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જે નર્મદા નેસેસ એટલે કે નર્મદા જિલ્લાને લગતા ડાયનોસોર હશે. તે 75 ફૂટ અને બે 30 ફૂટના એમ ત્રણ ડાયનોસોર બનશે. જે નર્મદા ડેમ જતા રસ્તામાં બનાવામાં આવશે.

  • કુદરતી વનસ્પતિઓને જોવા અને માણવાવાળા પ્રવાસીઓ સહીત દરેક પ્રવાસીને આકર્ષે તેવા એક પ્રોજેક્ટના ભાગરૂપે અહીં કેકટ્સ ગાર્ડન પણ આકાર લઈ રહ્યો છે. સાડા ત્રણ એકરમાં અલગ અલગ ત્રણ વિભાગમાં 330 જેટલા કેકટ્સ મૂકવામાં આવ્યા છે, જે અલગ અલગ 17 દેશમાંથી લાવવામાં આવ્યા છે. અહીં 35થી 200 વર્ષના ક્રેકટ્સ પણ ઉપલબ્ધ છે, જેને કારણે અભ્યાસુ પ્રવાસીઓને અહીં ખૂબ મોજ પડશે. તેની બાજુમાં જ બટરફ્લાય પાર્ક પણ બનાવાઈ રહ્યું છે. અહીંથી સ્ટેટ્યુ ઓફ યુનિટી સામેથી જોઈ શકાય છે. આ પતંગિયા ગાર્ડનની વિશેષતા એ છે કે, અહીં 28 જાતના પતંગિયા જોવા મળશે. 

  • વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં અહીં એકતા નર્સરી બનવવામાં આવી છે. આ એક એવી નર્સરી છે કે જેમાં વિવિધ રોપાઓ વેચવામાં આવશે. રાતવાસો કરનારા પ્રવાસીઓ સાંજના સમયે અહીં વિવિધ વસ્તુઓ જોવા મળશે. આદિવાસીઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓની સાથે રાત્રે આદિવાસી નૃત્યની રમઝટ પણ માણવા મળશે. 


સર્વ પિતૃ અમાસ પર 20 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, જાણી લો કેવી રીતે પિતૃઓને ખુશ કરશો 


વધુ એક પ્રોજેક્ટનો ઉમેરો
આગામી 10 ઓક્ટોબરથી અહીં પ્રવાસીઓ માટે વધુ સુવિધાના ભાગ રૂપે સ્ટેટ્યૂ ઓફ યુનિટીના આસપાસના સ્થળ ગણાતા ઈકો ટુરિઝમ સેન્ટર ખલવાનીથી ઝરવાણી સુધી ખાસ ટુરિસ્ટ સર્કિટ વિકસવામાં આવશે. એક બસ મારફતે માત્ર 250 રૂપિયામાં ખીલવાનીથી ઝરવાણી સુધીની સફર અહીં આવનારા પ્રવાસીઓ કરશે. ઉપરાંત અહીં પ્રવાસીઓ રાતવાસો કરી શકે તે માટેના પણ ખાસ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું સ્ટેટ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી CEO નિલેશ દૂબેએ જણાવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :